عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهما قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِلْأَشَجِّ أَشَجِّ عَبْدِ الْقَيْسِ: «إِنَّ فِيكَ خَصْلَتَيْنِ يُحِبُّهُمَا اللهُ: الْحِلْمُ، وَالْأَنَاةُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 17]
المزيــد ...
અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશજ્જ અબ્દે કૈસને કહ્યું: «તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 17]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબ્દે કૈસ કબીલાના સરદાર મુન્ઝિર્ બિન્ આઇઝ અશજ્જને કહ્યું: તમારામાં બે આદતો એવી છે, જેને અલ્લાહ પસંદ કરે છે: સમજદારી, વિચાર-વિમર્શ, ગૌરવ અને ઉતાવળ ન કરવી.