عن عائشة رضي الله عنها قالت: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إنَّ المُؤْمِنَ ليُدرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ القَائِمِ».
[صحيح بشواهده] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 4798]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».
[સહીહ બિશવાહિદીહી] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4798]
આપ ﷺ એ જણાવ્યું કે બંદો પોતાના સારા વ્યવહારના કારણે કાયમ રોજો રાખનાર અને તહજ્જુદની નમાઝ પઢનારનો દરજ્જો પ્રાપ્ત કરી લે છે, સારા અખ્લાક જેવા કે: નેકી ફેલાવવી, સારી વાતચીત કરવી, હસતા મોઢે મળવું, લોકોને તકલીફ આપવાથી બચવું.