عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ يَوْمٍ يُصْبِحُ العِبَادُ فِيهِ إِلَّا مَلَكَانِ يَنْزِلاَنِ، فَيَقُولُ أَحَدُهُمَا: اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا، وَيَقُولُ الآخَرُ: اللَّهُمَّ أَعْطِ مُمْسِكًا تَلَفًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1442]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1442]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ દિવસ એવો નથી જેમાં સુર્ય નીકળે છે, પરંતુ બે ફરિશ્તાઓ ઉતરે છે અને દુઆ કરે છે, અને તેમાંથી એક કહે છે:
હે અલ્લાહ! જે વ્યક્તિ અનુસરણના માર્ગ, જેમકે નેકીના કામો, પત્ની, બાળકો અને સંબંધીઓ પર ખર્ચ કરે છે, તેને દુનિયા અને આખિરતમાં શ્રેષ્ઠ બદલો આપ.
અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! એવો કંજૂસ વ્યક્તિ જે પોતાના પર જરૂરી ખર્ચ પણ ન કરતો હોય, તો તેને અને તેના ઘનને નષ્ટ કરી દે.