عَنْ عَبْدِ اللَّهِ بن مسعودٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ مِنْ شِرَارِ النَّاسِ مَنْ تُدْرِكُهُ السَّاعَةُ وَهُمْ أَحْيَاءٌ، وَمَنْ يَتَّخِذُ الْقُبُورَ مَسَاجِدَ».
[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 3844]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«તે લોકો સૌથી દુષ્ટ લોકો હશે જેઓ કયામતના સમયે જીવિત હશે, અને તે લોકો પણ જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા બનાવે છે».
[હસન] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 3844]
આ હદીષમાં નબી ﷺ અત્યંત દુષ્ટ લોકો વિશે જણાવી રહ્યા છે કે જ્યારે કયામત આવશે અને જે લોકો જીવિત હશે, અને જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા તેમજ ત્યાં નમાઝ પઢતા હશે.