عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُورِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ أُجُورِهِمْ شَيْئًا، وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2674]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2674]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાની વાતો અને કાર્યો વડે અન્યને તે માર્ગનું માર્ગદર્શન આપે જેમાં સત્યતા અને ભલાઈ હોય, તો તેને પણ તેના અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને અનુસરણ કરનારાના સવાબમાં સહેજ પણ કમી કર્યા વગર. અને જે વ્યક્તિ કોઇને એવા માર્ગ તરફ દોરે, જેમાં ગુનાહ થતો હોય અથવા કોઈ એવું કાર્ય અને વાત હોય જે જાઈઝ નથી, તો તેના પર પણ તે લોકના ગુનાહ બરાબર જ ગુનાહનો ભાર હશે, અને અનુસરણ કરનારાના ગુનાહમાં સહેજ પણ કમી કે ઘટાડો કરવામાં નહીં આવે.