+ -

عَنْ عُبَيْدِ اللَّهِ بْنِ عَدِيِّ بْنِ الخِيَارِ قَالَ:
أَخْبَرَنِي رَجُلَانِ أَنَّهُمَا أَتَيَا النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَجَّةِ الوَدَاعِ وَهُوَ يُقَسِّمُ الصَّدَقَةَ، فَسَأَلَاهُ مِنْهَا، فَرَفَّعَ فِينَا البَصَرَ وَخَفَّضَهُ، فَرَآنَا جَلْدَيْنِ، فَقَالَ: «إِنَّ شِئْتُمَا أَعْطَيْتُكُمَا، وَلَا حَظَّ فِيهَا لِغَنِيٍّ، وَلَا لِقَوِيٍّ مُكْتَسِبٍ».

[صحيح] - [رواه أبو داود والنسائي] - [سنن أبي داود: 1633]
المزيــد ...

ઉબૈદુલ્લાહ ઇબ્ને અદી ઇબ્ને ખિયાર વર્ણન કરે છે, તેમણે કહ્યું:
મને બે માણસોએ જણાવ્યું કે તેઓ અંતિમ હજના સમયે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે સદકો વહેંચી રહ્યા હતા, તો તે બંને વ્યક્તિએ પણ સવાલ કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી તરફ નજર ઉંચી કરી અને તેને નીચી કરી અમારી ચામડી તરફ જોયું અને કહ્યું: «જો તમે ઈચ્છો તો હું તમને બંનેને આપી દઈશ, (પરંતુ) તેમાં કોઈ માલદાર, તાકાતવર અને કમાવનાર વ્યક્તિ માટે કોઈ ભાગ નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه أبو داود والنسائي] - [સુનન્ અબી દાઉદ - 1633]

સમજુતી

અંતિમના હજના સમયે બે વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા જયારે આપ સદકો વહેંચી રહ્યા હતા, તે બંનેએ પણ માંગણી કરી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની તરફ સતત જોતા રહ્યા, જેથી તેમની સ્થિતિ જાણી શકે કે શું તેમના માટે સદકો હલાલ છે કે નહીં? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું કે તે બંને તાકાતવર છે, તો કહ્યું: જો તમે ઈચ્છો તો હું તમને બંનેને સદકા માંથી આપું, પરંતુ તેમાં કોઈ એવા વ્યક્તિનો ભાગ નથી જે માલદાર હોય અને ન તો એવા વ્યક્તિનો ભાગ છે જે કામ કરવા અને કમાવવાની શક્તિ ધરાવતો હોય, ભલેને તેની પાસે માલ કેમ ન હોય, જે તેને માલદાર કરી દે.

હદીષથી મળતા ફાયદા

  1. માલદાર, તાકાતવર અને કમાવનાર વ્યક્તિ માટે સદકો લેવો હરામ છે.
  2. જેની નાણાકીય સ્થિતિ અજાણ હોય, તેના સંદર્ભમાં મૂળભૂત નિયમ એ છે કે તેને ગરીબ અને દાન માટે પાત્ર ગણવામાં આવે.
  3. ફક્ત શારીરિક શક્તિ આપ મેળે દાન માટે પાત્ર બનાવતી નથી; પરંતુ તેના બદલે, તેની આજીવિકા કમાવવાની વાસ્તવિક ક્ષમતા સાથે જોડવી જોઈએ.
  4. જે વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી કમાણી કરી શકે છે તેને ફરજિયાત દાન (ઝકાત) લેવાની પરવાનગી નથી; કારણ કે તે પોતાની કમાણી દ્વારા આત્મનિર્ભર છે, જેમ ધનવાન વ્યક્તિ પોતાની સંપત્તિ દ્વારા આત્મનિર્ભર હોય છે.
  5. મુસલમાન વ્યક્તિ માટે નબીની મહાન શિક્ષા આત્મસન્માન, ન લેવું, ભીખ ન માંગવી અને આળસ ન કરવા પર આધારિત છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ