+ -

عَن أَبِي بُرْدَةَ بْنِ أَبِي مُوسَى رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
وَجِعَ أَبُو مُوسَى وَجَعًا شَدِيدًا، فَغُشِيَ عَلَيْهِ وَرَأْسُهُ فِي حَجْرِ امْرَأَةٍ مِنْ أَهْلِهِ، فَلَمْ يَسْتَطِعْ أَنْ يَرُدَّ عَلَيْهَا شَيْئًا، فَلَمَّا أَفَاقَ، قَالَ: أَنَا بَرِيءٌ مِمَّنْ بَرِئَ مِنْهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَرِئَ مِنَ الصَّالِقَةِ وَالحَالِقَةِ وَالشَّاقَّةِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1296]
المزيــد ...

અબૂ બુરદહ બિન અબુ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
એક વખત અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ સખત બીમાર પડ્યા, તેમના પર બેહોશી છવાઈ ગઈ, તે સમયે તેમનું માથું તેમની એક પત્નીના ખોળામાં હતું, (તેમની પત્નીએ જોરથી ચીસ પાડી રડવા લાગી) તે સમયે અબૂ મુસા અશઅરી બેહોશીના કારણે કંઈ બોલી ન શક્યા, જ્યારે તેમને હોશ આયો તો તેમણે કહ્યું: હું તે વ્યક્તિથી દૂર થઈ જાઉં છું, જેનાથી અલ્લાહના રસૂલ ﷺ અલગ થઈ ગયા હોય, એટલા માટે કે આપ ﷺ ચીસો પાડી રડનાર, માથાના વાળ ખેંચી ખેંચીને રાડો પાડનાર અને કપડાં ફાડનારી સ્ત્રીથી અલગ છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1296]

સમજુતી

અબૂ બુરદહ રઝી અલ્લાહુ અન્હુ કિસ્સો વર્ણન કરી રહ્યા છે કે તેમના પિતા અબૂ મુસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ એક વખત સખત બીમાર પડ્યા, અને બીમારીના કારણે બેહોશ થઈ ગયા, અને તેમનું માથું તેમની પત્નીના ખોળામાં હતું, તે સમયે તે ચીસો પાડી રડવા લાગી, તે સમયે બેહોશીના કારણે અબૂ મુસા અશઅરી કંઈ ન બોલી શક્યા. ફરી જ્યારે તેમને હોશ આવ્યો તો કહ્યું: હું તેનાથી અળગો છું જેનાથી અલ્લાહના રસૂલ અલગ હોય: અસ્ સોલિકતુ: મુસીબતના સમયે ચીસો પાડી રડવાવાળી સ્ત્રી. વલ્ હાલિકતુ: મુસીબતના સમયે માથાના વાળ ખેંચી તોડવાવાળી સ્ત્રી. વશ્ શાકતુ: મુસીબતના સમયે કપડાં ફાડવાવળી સ્ત્રી. કારણકે આ અજ્ઞાનતાના સમયના અમલ છે, જો કે મુસીબત પર સબર કરવાનો આદેશ આપ્યો છે, અને સાથે સાથે અલ્લાહ પાસે બદલાની આશા રાખવામાં આવે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુસીબતના સમયે કપડાં ફાડવા, માથાના વાળ ખેંચવા અને ચીસો તેમજ રાડો પાડી પાડી રડવું કબીરહ ગુનાહ માંથી છે.
  2. રાડો અને ચીસો પાડ્યા વગર ધીમા અવાજે રડવામાં કઈ વાંધો નથી, અને તે અલ્લાહના નિર્ણય વિરુદ્ધ પણ નથી, જો કે તે તો રહમત છે.
  3. શબ્દ અથવા કાર્ય દ્વારા અલ્લાહ તરફની તકદીર (ભાગ્ય)થી નારાજ થવું હરામ છે.
  4. મુસીબત પર સબર કરવું જરૂરી છે.
વધુ