+ -

عَنْ ‌عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنها أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا سَمِعْتُمُ الْمُؤَذِّنَ فَقُولُوا مِثْلَ مَا يَقُولُ، ثُمَّ صَلُّوا عَلَيَّ، فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلَاةً صَلَّى اللهُ عَلَيْهِ بِهَا عَشْرًا، ثُمَّ سَلُوا اللهَ لِيَ الْوَسِيلَةَ، فَإِنَّهَا مَنْزِلَةٌ فِي الْجَنَّةِ، لَا تَنْبَغِي إِلَّا لِعَبْدٍ مِنْ عِبَادِ اللهِ، وَأَرْجُو أَنْ أَكُونَ أَنَا هُوَ، فَمَنْ سَأَلَ لِيَ الْوَسِيلَةَ حَلَّتْ لَهُ الشَّفَاعَةُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 384]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે તેઓએકહ્યું; મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા:
«જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો, કારણકે જે વ્યક્તિ મારા પર એક વખત દરુદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના પર દસ રહેમતો ઉતારે છે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલો માંગો, કારણકે તે જન્નતમાં એક પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી એકને જ મળશે, અને મને આશા છે કે તે મને જ મળશે, જે વ્યક્તિએ મારા માટે વસીલાનો સવાલ કર્યો તેના માટે મારી ભલામણ અનિવાર્ય બની ગઈ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 384]

સમજુતી

નબી ﷺ માર્ગદર્શન આપી રહ્યા છે કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનને સાંભળે તો તે તેની પાછળ તેના જેવા જ શબ્દો કહે, હય્ય અલસ્ સલા અને હય્ય અલલ્ ફલાહને છોડીને, તે બંનેની પાછળ લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, અઝાન પૂર્ણ થયા પછી નબી ﷺ પર દરુદ પઢો, જે વ્યક્તિ એકવાર નબી ﷺ પર દરુદ પઢશે તો અલ્લાહ તઆલા દસ વખત દરુદ પઢશે, બંદા પ્રત્યે અલ્લાહના દરુદ પઢવાનો અર્થ એ કે અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સામે તેની પ્રશંસા કરશે.
પછી નબી ﷺ એ વસિલા માટે દુઆ કરવાનો આદેશ આપ્યો, અને તે જન્નતમાં એક મહાન પદ છે, તે પદ સર્વોચ્ચ છે અને તે અલ્લાહના દરેક બંદાઓ માંથી એક બંદાને જ મળશે, અને મને આશા છે કે તે હું છું, નબી ﷺ એ વિનમ્રતા સાથે કહ્યું; કારણકે આ ભવ્ય અને મહાન પદ ફક્ત એક જ બંદાને મળવાનો છે, તો તેમના સિવાય આ પદ કોઈને નબી મળે; કારણકે નબી ﷺ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે.
પછી નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના રસૂલ માટે વસિલાનો સવાલ કરશે તો તેને આપની ભલામણ નસીબ થશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية ઇટાલિયન Oromo Kanadische Übersetzung الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં મુઅઝ્ઝિનનો જવાબ આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. અઝાનનો જવાબ આપ્યા પછી નબી ﷺ પર દરુદ પઢવાની મહત્ત્વતા
  3. નબી ﷺ પર દરુદ પઢી લીધા પછી તેમના માટે વસીલો તલબ કરવાની તાકીદ.
  4. વસિલાનું વર્ણન અને તેના ઉચ્ચ પદનું વર્ણન, જે ફક્ત એક જ બંદા માટે હશે.
  5. નબી ﷺ ની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જ્યાં નબી ﷺ ને આ પદ માટે ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
  6. જે વ્યક્તિ અલ્લાહના રસૂલ માટે વસિલાનો સવાલ કરશે તેના માટે નબી ﷺ ની ભલામણ નક્કી થશે.
  7. નબી ﷺ ની વિનમ્રતા કે નબી ﷺ એ પોતાની કોમને આ પદ માટે દુઆ કરવાનું કહ્યું છે, જો કે આ પદ તેમના માટે જ છે.
  8. અલ્લાહ તઆલાની વિશાળ કૃપા અને ફઝલ, જે એક નેકીનો બદલ દસ ગણો આપે છે.
વધુ