+ -

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ حِينَ يَسْمَعُ النِّدَاءَ: اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلاَةِ القَائِمَةِ، آتِ مُحَمَّدًا الوَسِيلَةَ وَالفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ، حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ القِيَامَةِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 614]
المزيــد ...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 614]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનની અઝાન સાંભળ્યા પછી કહેશે:
(અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિ) અને આ તે અઝાનના શબ્દો છે, જેના દ્વારા અલ્લાહની ઈબાદત અને નમાઝ તરફ બોલાવવામાં આવે છે, (અત્તામ્મતિ) સંપૂર્ણ, જે તૌહીદ અને પયગંબરીની દઅવત છે, (વસ્સલાતિલ્ કાઇમતિ) હંમેશાવાળી, જે ઊભી થવા વાળી છે, (આતિ) આપો, (મુહમ્મદનિલ્ વસીલત) જન્નતનું તે સ્થાન, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય કોઈને પણ આપવામાં નહીં આવે, (વલ્ ફઝીલત) તે સ્થાન, જે સર્જનના સ્થાન કરતાં શ્રેષ્ઠ છે, (વબ્અષહુ) આપો, (મકામમ્ મહમુદા) તેમાં ઊભો રહેનાર તેના વખાણ કરે અને તે કયામતના દિવસે ભલામણનું ઉચ્ચ સ્થાન છે, (અલ્લઝી વઅદ્તહુ) અલ્લાહની આ આયત દ્વારા: {નજીક માંજ તમારો પાલનહાર તમને "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશ}, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે હશે.
બસ જે વ્યક્તિ આ દુઆ વડે દુઆ કરશે તો તેના માટે કયામતના દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તે વ્યક્તિ માટે આ દુઆ પઢવી જાઈઝ છે, જે મુઅઝ્ઝિન અઝાન આપે ત્યારબાદ આ દુઆ પઢે, તેના માટે નહીં જે અઝાન સાંભળી ન શકે.
  2. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાનું વર્ણન કે તેમને વસીલો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ સ્થાન અને મહાન ભલામણ આપવામાં આવશે, જે દરેક સર્જનના સ્થાન કરતાં શ્રેષ્ઠ છે.
  3. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ભલામણ કરવાની પુષ્ટિ, આ શબ્દ દ્વારા: "તેના માટે કયામતના દિવસે મારી ભલામણ હલાલ થઈ જશે".
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ તેમની કોમના તે લોકોને પ્રાપ્ત થશે, જે લોકો મોટા ગુનાહોના કારણે જહન્નમમાં દાખલ થવાના હશે, અથવા જે જહન્નમમાં દાખલ થઈ ગયા હશે, તેમણે બહાર કાઢવા માટે, અથવા જન્નતમાં કોઈ પણ હિસાબ કિતાબ દાખલ કરવા માટે, અથવા જે લોકો જન્નતમાં દાખલ થઈ ગયા હશે તેમના દરજ્જા બુલંદ કરવા માટે હશે.
  5. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: શરૂથી આ શબ્દ સુધી: મુહમ્મદન્ રસૂલુલ્લાહ" તે એક સંપૂર્ણ દઅવત છે, અને મુઅઝ્ઝિનનું ઊભી થવાવાળી નમાઝ માટે, અઝાનમાં હય્ય અલસ્ સલાહ કહેવું, શક્ય છે નમાઝનો દુઆ હોય, અને ઊભી થવાવાળીનો અર્થ અડગ રહેવું છે, એટલા માટે આ શબ્દ કહેવો: "વસ્સલાતુલ્ કાઇમતિ" તે સંપૂર્ણ દઅવતનો અર્થ દર્શાવે છે, અને તે પણ શક્ય છે કે અહીંયા આ શબ્દનો અર્થ તે નમાઝ છે, જેના માટે દરરોજ અવાજ લગાવવામાં આવે છે.
  6. ઇમામ મુહલિબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નમાઝના સમયે ખૂબ દુઆ કરવા પર ઉભાર્યા છે; કારણકે શકય છે કે તે સમયે દુઆ કબૂલ કરવામાં આવે છે.
વધુ