+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لاَ يُصَلِّي أَحَدُكُمْ فِي الثَّوْبِ الوَاحِدِ لَيْسَ عَلَى عَاتِقَيْهِ شَيْءٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 359]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માથી કોઈ એક કપડાંમાં નમાઝ ન પઢે, કે તે કપડાંનો ભાગ તેના ખભા પર ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 359]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ એક જ કપડાંમાં નમાઝ પઢતા હોય, જેના કારણે તેમના ખભા અને ગળાનો ભાગ ખુલ્લો રહી જાય છે, તેનાથી રોક્યા છે, અને તેને બીજા કપડાં વડે ન ઢાંકતો હોય; જેનું કારણ એ છે કે ભલેને ખભાને (શરીરના અન્ય અંગોને ઢાંકવા જરૂરી છે) ઢાંકવું જરૂરી નથી, પરંતુ તેણે ઢાંકવા અને સારી રીતે તેણે છુપાવવા જરૂરી છે, તે સિવાય તેના દ્વારા અલ્લાહની સમક્ષ નમાઝમાં ઊભા રહેવા પર તેની મહાનતા અને પવિત્રતાની વધુ નજીક છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. એક કપડાંમાં નમાઝ પઢવી જાઈઝ છે, જો તેનાથી ગુપ્તાંગ ઢંકાઈ જાય.
  2. બે કપડાંમાં પણ નમાઝ પઢવી જાઈઝ છે, પહેલું કપડું ઉપરના ભાગે ઢંકાવામાં આવે, અને બીજું કપડું નીચેના ભાગ પર.
  3. નમાઝ પઢવાવાળા માટે મુસ્તહબ છે કે તે સારી સ્થિતિમાં હોય.
  4. નમાઝમાં બન્ને અથવા એક ખભો ઢાંકવો જરૂરી છે, જો શક્ય હોય તો, આ રોક ફક્ત ચેતવણી માટે લગાવવામાં આવી છે.
  5. સહાબા રઝી અલ્લાહુ અન્હુમ પાસે એટલો ઓછો ઓછો હતો કે કે તેમના માંથી કેટલાક લોકો પાસે બે કપડાં પણ ન હતા.
  6. ઈમામ નવવી રહિમહુલ્લાહએ આ હદીષનો અર્થ વર્ણન કરતાં કહ્યું: આની હિકમત એ છે જો કોઈ વ્યક્તિ પોતાના ખભાને કોઈ વસ્તુ વડે ઢાંકી લે, તો તેને યકીન નહીં હોય કે તેણે ગુપ્તાંગ ઢાંક્યા છે કે નહીં, અને જેના કારણે નમાઝમાં તે પોતાનું કપડું પોતાના હાથ વડે પકડતો રહેશે, જેથી તે તેમાં વ્યસ્ત થઈ જશે, અને તેનો એક હાથ નમાઝમાં કપડું પકડવામાં વ્યસ્ત રહી જશે, જેથી જ્યાં તેને રફઉલ્ યદૈન કરવું જરૂરી છે, ત્યાં તે હાથ ઉઠાવી નહીં શકે; કારણકે તેનો હાથ તો નીચે ગુપ્તાંગના ભાગનું કપડું પકડવામાં વ્યસ્ત છે, એટલા માટે અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે મસ્જિદમાં દરેક હાજરી વખતે વ્યવસ્થિત પોશાક પહેરી લો} [અલ્ અઅરાફ: ૩૧].