+ -

عن علي رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«رُفِعَ الْقَلَمُ عن ثلاثة: عن النائم حتى يَسْتَيْقِظَ، وعن الصبي حتى يَحْتَلِمَ، وعن المجنون حتى يَعْقِلَ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه وأحمد] - [سنن أبي داود: 4403]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«ત્રણ વ્યક્તિ પરથી કલમ ઉઠાવી લેવામાં આવી છે, સૂતેલા વ્યક્તિ પરથી, જ્યાં સુધી તે જાગી ન જાય, બાળક પરથી જ્યાં સુધી તે બાલિગ (પુખ્ત વય) ન થઈ જાય, અને પાગલ વ્યક્તિ પરથી જ્યાં સુધી તેનામાં બુદ્ધિ ન આવી જાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4403]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે આદમની સંતાન માટે જરૂરી છે કે તેઓ શરીઅતના આદેશોનું પાલન કરે, સિવાય આ ત્રણ લોકો:
૧- નાનું બાળક જ્યાં સુધી તે પુખ્તવયનું ન થઈ જાય.
૨- તે પાગલ વ્યક્તિ જેની બુદ્ધિ જતી રહી હોય, જ્યાં સુધી તેની બુદ્ધિ આવી ન જાય.
૩- તે વ્યક્તિ જે સૂઈ ગયો હોય, જ્યાં સુધી તે ઉઠી ન જાય.
બસ શરીઅતના આદેશોનું પાલન કરવું તેમના માટે જરૂરી નથી, પરંતુ નાના બાળક માટે ભલાઈ અને નેકી લખવામાં આવશે, પાગલ અને સૂતેલા વ્યક્તિ વિષે લખવામાં નહીં આવે; કારણકે તે બન્ને એવી સ્થિતિમાં હોય છે, કે અનુભૂતિ કરવાના દરેક તત્વો તેમનામાં હોતા નથી, જેથી તેઓ ઈબાદત કરવા પર સક્ષમ નથી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. એવી સ્થિતિમાં માનવી ફર્ઝ કાર્યો કરવા પર અસક્ષમ હોય છે, જ્યારે તે સૂઈ ગયો હોય, અથવા નાની વયના કારણે, અથવા પાગલ થઈ ગયો હોય, જે તેના દિમાગમાં ખલેલ પેદા કરે છે, અથવા કોઈ એવી વસ્તુ જે તેને તકલીફ આપતી હોય, જેમકે નશાની સ્થિતિમાં વ્યક્તિ તમીજ અને સાચી સમજ ગુમાવી દે છે, તે આ ત્રણ કારણેથી ઈબાદત કરવા માટે અસક્ષમ ઠેહરાવવામાં આવે છે; કારણકે બરકતવાળો અને ઉચ્ચ અલ્લાહ પોતાના ન્યાય, સહનશીલતા, અને ઉદારતાના કારણે તેમની પકડ નથી કરતો અને જે કઈ પણ અલ્લાહના અધિકારોમાં કમી થાય છે, તેમાં તેમને સજા આપતો નથી.
  2. તેમના ગુનાહ ન લખવા, તે તેમના પર દુનિયામાં લાગું પડતાં આદેશો વિરુદ્ધ નથી, જેમકે કોઈ પાગલ વ્યક્તિ કોઈને કતલ કરી દે તો તે કોઈ બદલો કે કફ્ફારો (પ્રાયશ્ચિત) નહીં આપે, પરંતુ જે બુદ્ધિશાળી છે તે તેનો બદલો ચૂકવશે.
  3. પુખ્તવયની ત્રણ નિશાનીઓ છે: ૧- વીર્યસ્ખલન થવું, સ્વપ્નદોષ વગેરેના કારણે, ૨- નાભિની નીચે વાળ ઊગવા, ૩- અથવા પંદર (૧૫) વર્ષ પૂરા થવા, અને સ્ત્રી માટે એક ચોથી નિશાની: હૈઝ (માસિક) આવવું.
  4. ઈમામ સુબ્કી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: જવાન છોકરો, અને અન્ય લોકોએ કહ્યું: માતાના પેટમાં રહેલ બાળકને જનીન કહેવામાં આવે છે, જ્યારે તે દૂધ છોડાવી દે, તો સાત વર્ષ સુધી તેને ગુલામ કહેવામાં આવે છે, ફરી તે દસ વર્ષની ઉમરે નવજવાન કહેવાય છે, અને પંદર વર્ષની ઉમરે તેને જવાન ગણવામાં આવે છે, અને ઈમામ સયૂતી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: સત્ય વાત એ છે કે આ દરેક સ્થિતિમાં તેને બાળક જ કહેવામાં આવશે.