+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللَّهَ تَجَاوَزَ عَنْ أُمَّتِي مَا حَدَّثَتْ بِهِ أَنْفُسَهَا، مَا لَمْ تَعْمَلْ أَوْ تَتَكَلَّمْ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5269]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«નિશંક અલ્લાહએ મારી ઉમ્મતની તે વાતો માફ કરી દીધી છે, જે તેઓ પોતાના દિલમાં વિચારે છે, જ્યાં સુધી તેના પર અમલ ન કરી લે, અથવા જબાન વડે તેને સ્પષ્ટ ન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5269]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જે પોતાના દિલમાં કોઈ બુરાઈ બાબતે વિચારે કરે, તો ત્યાં સુધી તેને દોષી ઠેહરાવવામાં નથી આવતો અથવા તેની પકડ કરવામાં નથી આવતી, જ્યાં સુધી તે વિચાર કરેલા ગુનાહ વિષે વાત કરે અથવા તેના પર અમલ કરી લે, અલ્લાહ તે ગુનાહને દૂર કરી દે છે, અને તેને માફ કરી દે છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતના દરેક લોકો જે પોતાના દિલ અથવા દિમાગમાં કોઈ બુરાઈ કરવા વિષે વિચારે છે, તેના વિષે તેમની પકડ કરવામાં નહીં આવે, જ્યાં સુધી તે તેના પર સંતુષ્ટ ન થાય, અથવા તે કાર્ય કરવાનો પાક્કો ઇરાદો કરી લે, જો તે દિલમાં ઘમંડ કરવા વિશે અથવા કપડાં નીચે લટકાવવા વિષે અથવા નિફાક (દંભ) કરવા વિષે વિચારી લે અને તેને જબાન વડે કહે તો તેની પકડ કરવામાં આવશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. બરકતવાળા અને ઉચ્ચ અલ્લાહએ તે વાતો અને વિચારોથી માફ કરી દીધા છે, જે દિલમાં આવે છે, માનવી તેના વિષે પોતાના મનમાં વિચારે છે, તે વિચારો પસાર થઈ જાય છે.
  2. તલાક (છૂટાછેડા): જો કોઈ વ્યક્તિ તેના વિષે વિચારે છે, પરંતુ તેને જુબાન વડે કહેતો નથી અને ન તો તેને લખે છે, તો તે તલાક ગણવામાં નહીં આવે.
  3. મનમાં આવતી વાતો પર માનવીને સવાલ કરવામાં નહીં આવે, ભલેને તે કેટલી મોટી પણ કેમ ન હોય, જ્યાં સુધી તે વાત પર મક્કમતા સાથે અમલ ન કરે અથવા જુબાન વડે તેને સ્પષ્ટ ન કરે.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતની મહાનતા, ખાસ કરીને આ વાત કે મનમાં આવેલી વાતો પર તેમની પકડ કરવામાં નહીં આવે, તે વિરુદ્ધ કે પાછલી કોમોની આ વિષે પકડ કરવામાં આવતી હતી.
વધુ