+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ كَانَتْ لَهُ امْرَأَتَانِ فَمَالَ إِلَى إِحْدَاهُمَا، جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَشِقُّهُ مَائِلٌ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 2133]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિની બે પત્નીઓ હોય, અને તે એક જ પત્ની તરફ ઝૂકી ગયો, તો તે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેનો એક ભાગ ઝૂકેલો હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - An-Nasaa’i - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - Ad-Daarimi] - [સુનન્ અબી દાઉદ - 2133]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિની એકથી વધુ પત્નીઓ હોય અને તે બંને દરમ્યાન જરૂરી ન્યાય ન કરતો હોય, જેમકે બંને દરમિયાન ખર્ચ કરવામાં, રહેવામાં, કપડાં પહેરાવવામાં, અને રાત પસાર કરવામાં, તો કયામતના દિવસે તેની સજા તે હશે કે તેના શરીરનો એક ભાગ ઝૂકેલો હશે, અને તે ઝૂકવું તેના અન્યાયના બદલામાં હશે, જેમકે તે પણ પોતાની બાબતમાં એક તરફ ઝૂકી ગયો હતો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી પુરતગાલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. પુરુષ પર બે અથવા વધુ પત્નીઓ વચ્ચે રાતની વહેંચણી કરવી જરૂરી છે, અને એકને છોડી બીજી તરફ વધુ ઝૂકી જવું હરામ છે, જેમાં તે સહન કરી શકતો હોય, જેમકે ખર્ચ કરવું, રાત પસાર કરવી, સારો વ્યવહાર કરવો, આ પ્રમાણે અન્ય કાર્યો.
  2. રાતની વહેંચણી કરવી અને અન્ય બીજી બાબતોમાં બરાબરી કરવી, માનવી જેમાં શક્તિ ધરાવતો હોય, પરંતુ જે બાબતે શક્તિ ધરાવતો ન હોય, જેમકે મોહબ્બત અને દિલનું એક પત્ની તરફ ઝુકવું, તે વસ્તુ આ હદીષના સંદર્ભમાં શામેલ નથી, અને આ જ હેતુ અલ્લાહ તઆલાની આયતમાં છે: {તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો} [અન્ નિસા: ૧૨૯].
  3. બદલો તેના અમલ કરવાની ક્ષમતા પ્રમાણે આપવામાં આવે છે, બસ જ્યારે માનવી દુનિયામાં એક પત્નીને છોડી બીજી પત્ની તરફ ઝૂકી જાય તો તે કયામતના દિવસે એવી સ્થિતિમાં આવશે કે તેના શરીરનો એક ભાગ એક તરફ ઝૂકેલો હશે.
  4. બંદાઓના અધિકારોની મહત્ત્વતા, અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે; કારણકે તે અછત અને તપાસ પર આધારિત છે.
  5. ફક્ત એક જ પત્ની રાખવી પુરુષ માટે જાઈઝ છે, જો તે બે સ્ત્રીઓ વચ્ચે ન્યાય ન કરી શકતો હોય, કારણકે તે દીનની બેદરકારીમાં સપડાઈ શકે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે} [અન્ નિસા: ૩].
વધુ