عن ابن عمر رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال:
«إِذَا أَكَلَ أَحَدُكُمْ فَلْيَأْكُلْ بِيَمِينِهِ، وَإِذَا شَرِبَ فَلْيَشْرَبْ بِيَمِينِهِ، فَإِنَّ الشَّيْطَانَ يَأْكُلُ بِشِمَالِهِ، وَيَشْرَبُ بِشِمَالِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2020]
المزيــد ...
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2020]
આ હદીષમાં નબી ﷺ એ મુસલમાનોને જમણા હાથ વડે ખાવા-પીવાનો આદેશ આપ્યો છે, અને ડાબા હાથ વડે ખાવા-પીવાથી રોક્યા છે; કારણકે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે.