عن عُمر بن أبي سلمة رضي الله عنه قال:
كُنْتُ غُلَامًا فِي حَجْرِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصَّحْفَةِ، فَقَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا غُلَامُ، سَمِّ اللهَ، وَكُلْ بِيَمِينِكَ، وَكُلْ مِمَّا يَلِيكَ» فَمَا زَالَتْ تِلْكَ طِعْمَتِي بَعْدُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5376]
المزيــد ...
ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું નાનો હતો અને નબી ﷺ ની દેખરેખ હેઠળ હતો, (ખાતા સમયે) મારો હાથ વાસણમાં ચારેય બાજુ જતો હતો, તો નબી ﷺ એ મને કહ્યું: «હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ» ત્યારબાદ હું હમેંશા ઉપરોક્ત વાતો મુજબ ખાતો હતો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5376]
ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પત્ની ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાના દીકરા હતા, તેઓ નબી ﷺ ની દેખરેખ અને ઉછેરમાં હતા, ખાતી સમયે તેમનો હાથ વાસણમાં દરેક જગ્યાએ જતો હતો, તો નબી ﷺ એ તેમને ખાવાના ત્રણ અદબ શીખવાડયા:
પહેલો અદબ: ખાતા પહેલા "બિસ્મિલ્લાહ" પઢવું,
બીજો અદબ: જમણા હાથ વડે ખાવું.
ત્રીજો અદબ: પોતાની બાજુથી ખાવું જોઈએ.