عَنْ مُعَاوِيَةَ الْقُشَيْرِيِّ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ؟، قَالَ: «أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ، وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ، أَوِ اكْتَسَبْتَ، وَلَا تَضْرِبِ الْوَجْهَ، وَلَا تُقَبِّحْ، وَلَا تَهْجُرْ إِلَّا فِي الْبَيْتِ»
المزيد
મુઆવિયહ અલ્ કુશૈરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો».