عَنْ إِيَاسِ بْنِ عَبْدِ اللَّهِ بْنِ أَبِي ذُبَابٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَضْرِبُوا إِمَاءَ اللَّهِ» فَجَاءَ عُمَرُ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: ذَئِرْنَ النِّسَاءُ عَلَى أَزْوَاجِهِنَّ، فَرَخَّصَ فِي ضَرْبِهِنَّ، فَأَطَافَ بِآلِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نِسَاءٌ كَثِيرٌ يَشْكُونَ أَزْوَاجَهُنَّ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَقَدْ طَافَ بِآلِ مُحَمَّدٍ نِسَاءٌ كَثِيرٌ يَشْكُونَ أَزْوَاجَهُنَّ، لَيْسَ أُولَئِكَ بِخِيَارِكُمْ».
[صحيح] - [رواه أبو داود وابن ماجه] - [سنن أبي داود: 2146]
المزيــد ...
ઇયાસ બિન્ અબ્દુલ્લાહ બિન્ અબૂ ઝુબાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની બંદીઓ (અર્થાત્ પોતાની પત્નીઓ) ને ન મારો», આ આદેશ પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ અલ્લાહના પયગંબર પાસે આવ્યા અને કહ્યું: સ્ત્રીઓ પોતાની પતિઓ પ્રત્યે નીડર થઈ ગઈ છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને મારવાની પરવાનગી આપી દીધી, ત્યાર પછી ઘણી સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓને ફરિયાદ લઈ આવી કે તેઓ તેણીઓને ખૂબ મારે છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓની ફરિયાદ લઈ મુહમ્મદની પત્નીઓ પાસે તેમના પતિઓની ફરિયાદ લઈ આવે છે, યાદ રાખો! તેઓ તમારા માંથી સારા લોકો નથી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અબી દાઉદ - 2146]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્નીઓને મારવા પર રોક લગાવી છે, ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ તેમના પતિઓ પ્રત્યે ઘણી નીડર થઈ ગઈ છે અને આ સારી આદત નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને એવી રીતે મારવાની પરવાનગી આપી જે કઠીન ન હોય અને યોગ્ય કારણ સાથે હોય, જેમકે પતિના અધિકારો પુરા ન પાડવા અને અવજ્ઞા કરવી. તો પછી કેટલીક સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓના વધારે મારવાની ફરિયાદ લઈને આવી અને તેઓ આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: જે લોકો પોતાની પત્નીઓને સખત માર મારતા હોય છે, તેઓ સારા લોકો નથી.