عَنْ بَهْزِ بْنِ حَكِيمٍ عَنْ أَبِيهِ عَنْ جَدِّهِ قَالَ:
قُلْتُ يَا رَسُولَ اللَّهِ: مَنْ أَبَرُّ؟ قَالَ: «أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أَبَاكَ، ثُمَّ الْأَقْرَبَ فَالْأَقْرَبَ».
[حسن] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 5139]
المزيــد ...
બહઝ બિન હકીમ પોતાના પિતાથી તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે કે:
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 5139]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે સૌથી વધારે સદ્ વ્યવહારનો અધિકાર તેમજ ઉપકાર કરવાનો હક તેમજ ભલાઈ, સારું વર્તન અને સિલા રહેમીનો હક: તમારી માતા ધરાવે છે, અને માતાના હક વિશે તાકીદ કરતા ત્રણ વખત કહ્યું, દરેક લોકોમાં અન્ય કરતા માતાની મહત્ત્વતા વધુ વર્ણન થઈ છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે એક પછી એકનું નામ વર્ણન કર્યું, કહ્યું કે ત્યારબાદ તમારા પિતા સૌથી વધારે સદ્ વ્યવહારનો હક ધરાવે છે, ત્યારબાદ સંબંધીઓ માંથી જે નજીક હોય તે, જે વ્યક્તિ સબંધમાં નજીક હશે તે દૂરના સંબંધી કરતા વધુ હક ધરાવશે.