عن أبي مَرْثَدٍ الغَنَوِيّ رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لَا تَجْلِسُوا عَلَى الْقُبُورِ، وَلَا تُصَلُّوا إِلَيْهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 972]
المزيــد ...
અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 972]
નબી ﷺ એ કબરો પર બેસવાથી રોક્યા છે.
એવી જ રીતે તેની તરફ મોઢું કરીને નમાઝ પઢવાથી પણ રોક્યા છે, એ કે કબર નમાઝીની કિબલા તરફ હોય; કારણકે આ શિર્કના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.