+ -

عن أبي أمامة الباهلي رضي الله عنه قال: سمعتُ رسول الله صلى الله عليه وسلم يقول:
«اقرؤوا القرآنَ فإنَّه يأتي يوم القيامة شَفِيعًا لأصحابه، اقرؤوا الزَّهرَاوَين البقرةَ وسورةَ آل عِمران، فإنهما تأتِيان يوم القيامة كأنهما غَمَامَتان، أو كأنهما غَيَايَتانِ، أو كأنهما فِرْقانِ من طَيْر صَوافٍّ، تُحاجَّان عن أصحابهما، اقرؤوا سورة البقرة، فإن أخذها بَرَكة، وتركها حَسْرة، ولا تستطيعها البَطَلَة».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 804]
المزيــد ...

અબૂ ઉમામા બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 804]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સતત કુરઆનની તિલાવત કરવા પર ઉભાર્યા છે, કારણકે તે કયામતના દિવસે તેના અમલ કરનાર લોકો માટે ભલામણ કરશે, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભારપૂર્વક બે ચમકતી સૂરતો સૂરે બકરહ અને આલિ ઈમરાનનું નામ લઈ પઢવાનું કહ્યું; તેના પ્રકાશ અને માર્ગદર્શનના કારણે, અને તેને પઢવા, અને તેમાં ચિંતન-મનન કરવાનો બદલો કયામતના દિવસે એ રૂપે આપવામાં આવશે કે તે બે વાદળ અથવા કોઈ અન્ય રૂપમાં આવશે, જેમકે તે પંખીઓના બે ટોળાં છે, જે પોતાની પાંખો ફેલાવી એકબીજા સાથે જોડાઈલા છે, જેથી પોતાના સાથીની રક્ષા કરશે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સૂરે બકરહ પઢવા અને તેના અર્થોમાં ચિંતન-મનન કરવા, અને તેમાં રહેલા આદેશો મુજબ અમલ કરવા પર ઊભાર્યા, અને તે પણ જણાવ્યું કે તેના દુનિયા અને આખિરતમાં ઘણા ફાયદા છે, અને તેને છોડવું કયામતના દિવસે અફસોસનું કારણ છે, એવી જ આ સૂરહની એક ખૂબી એ કે જાદુ તેને પઢનારને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં સતત કુરઆનને પઢવા અને તેના પર અમલ કરવાનો આદેશ, અને એ કે તે કયામતના દિવસે પોતાના સાથીઓની ભલામણ કરશે, જે લોકો તેની તિલાવત કરશે, તેના માર્ગદર્શન પર અમલ કરશે, તેના આદેશો લોકો સુધી પહોંચાડશે, અને તેણે રોકેલા કર્યોથી લોકોને સચેત કરશે.
  2. સૂરે બકરહ અને સૂરે આલે ઇમરાનની મહત્ત્વતા અને તેના મહાન સવાબનું વર્ણન.
  3. સૂરે બકરહ પઢવાની મહત્ત્વતા કે તે તેને પઢવાવાળાની જાદુથી રક્ષા કરશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ