عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ:
مِنَ السُّنَّةِ إِذَا قَالَ الْمُؤَذِّنُ فِي أَذَانِ الْفَجْرِ حَيَّ عَلَى الْفَلَاحِ، قَالَ: الصَّلَاةُ خَيْرٌ مِنَ النَّوْمِ.
[صحيح] - [رواه ابن خزيمة والدارقطني والبيهقي] - [صحيح ابن خزيمة: 386]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ".
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [Ibn Khuzaymah - Al-Bayhaqi - આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જે વસ્તુઓ નક્કી કરી તેમાંથી એ પણ છે કે મુઅઝ્ઝિન ખાસ કરીને ફજરની અઝાનમાં ("હય્ય અલલ્ ફલાહ" આવો સફળતા તરફ) કહ્યા પછી, કહે: ("અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ" નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે).