+ -

عَنْ أُمِّ حَبِيبَةَ رضي الله عنها زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالت: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ حَافَظَ عَلَى أَرْبَعِ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ وَأَرْبَعٍ بَعْدَهَا حَرَّمَهُ اللَّهُ عَلَى النَّارِ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 428]
المزيــد ...

ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિયાવત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિએ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહર પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરી, તો અલ્લાહ તેના પર જહન્નમની આગ હરામ કરી દે શે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અત્ તિર્મિઝી - 428]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ ઝોહર પહેલા અને પછી ચાર રકઅત નફિલ નમાઝ પઢવાની પાબંદી કરે છે, તેમને ખુશખબર આપી છે, અને જે પાબંદી સાથે પઢશે, તો અલ્લાહ તેમના પર જહન્નમની આગ હરામ કરી દે શે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી પુરતગાલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઝોહર પહેલા અને પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરવી જાઈઝ છે.
  2. પહેલા પઢવામાં આવતી સુન્નતો - અર્થાત્ ફરજ નમાઝ પહેલા - તેની હિકમત એ છે કે ફરજ નમાઝ શરૂ કરતાં પહેલા મનને ઈબાદત માટે તૈયાર કરવું, અને ફરજ નમાઝ પછી પઢવાની હિકમત એ છે ફરજ નમાઝમાં થયેલી ભૂલોની કઝા કરવી.
  3. નફિલ નમાઝના ઘણા ફાયદા છે, તે નેકીઓમાં વધારે કરો છે, ગુનાહ માફ થાય છે, અને દરજ્જા બુલંદ થાય છે.
  4. વર્ણવેલ હદીષ બાબતે અહલે સુન્નતનો નિયમ: તેનું મુત્યું તૌહીદ પર થવું જોઈએ, અને જહન્નમમાં હંમેશા દાખલ ન થવાનો અર્થ એ છે કે તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદી) ગુનાહ કરનાર સઝાને પાત્ર છે, જો તેને સઝા આપવામાં આવશે તો તે કાયમ જહન્નમમાં નહીં રહે.