عن عائشةَ أُمِّ المُؤْمِنينَ رضي الله عنها:
أن النبي صلى الله عليه وسلم كان لا يَدع أربعا قَبل الظهر وركعتين قبل الغَدَاة.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1182]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1182]
આ હદીષમાં આયશ રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા નફિલ નમાઝની પાબંદી કરતાં હતા, અને ઘરમાં પઢતા હતા, તે નમાઝો ક્યારેય છોડતા ન હતા, ચાર રકઅત બે સલામ દ્વારા ઝોહર પહેલા અને બે રકઅત ફજર પહેલા.