+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا شَكَّ أَحَدُكُمْ فِي صَلَاتِهِ، فَلَمْ يَدْرِ كَمْ صَلَّى ثَلَاثًا أَمْ أَرْبَعًا، فَلْيَطْرَحِ الشَّكَّ، وَلْيَبْنِ عَلَى مَا اسْتَيْقَنَ، ثُمَّ يَسْجُدُ سَجْدَتَيْنِ قَبْلَ أَنْ يُسَلِّمَ، فَإِنْ كَانَ صَلَّى خَمْسًا شَفَعْنَ لَهُ صَلَاتَهُ، وَإِنْ كَانَ صَلَّى إِتْمَامًا لِأَرْبَعٍ كَانَتَا تَرْغِيمًا لِلشَّيْطَانِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 571]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં શંકામાં પડી જાય, તો અને તેને યાદ ન હોય કે તેણે ત્રણ રકઅત પઢી છે કે ચાર, તો તે શંકા છોડી દે અને તેણે જેટલી રકઅત પઢી લેવા પર યકીન હોય, તે પ્રમાણે નમાઝ પઢી લે અને સલામ પહેલા બે સિજદા કરી લે, જો તેની પાંચ રકઅત નમાઝ થઈ હશે, તો આ સિજદા તેની રકઅતને બેકી સંખ્યામાં (અર્થાત્ છો રકઅત્) કરી દેશે, અને જો સંપૂર્ણ ચાર રકઅત પાધિ હશે તો આ બંને સિજદા શૈતાનના અપમાન અને રૂસ્વાઈનું કારણ બનશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 571]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિ નમાઝની સ્થિતિ બાબતે શંકામાં પડી જાય તો, અને તેને યાદ ન હોય કે તેણે કેટલી રકઅત પઢી છે, ત્રણ કે ચાર? તો જે વધુ નંબર હોય તેને હટાવી અને નાના આંકડાના નંબર પર અમલ કરે, અને તે ત્રણ છે; કારણકે ત્રણ પર તો યકીન છે જ, અને ચોથી રકઅત પઢી લે, અને સલામ ફેરવતા પહેલા બે સિજદા કરી લે.
જો કદાચ તેણે ચાર રકઅત પઢી હોય તો વધારાની એક રકઅત પાંચ થઈ જશે, અને બે સિજદા એક રકઅતના બદલામાં ગણવામાં આવશે, તો આમ તે સંખ્યા બેકી થઈ જશે, એકી સંખ્યા નહીં રહે, અને વધારાની નમાઝ જો ચાર થતી હશે તો તેના પર જે અનિવાર્ય હતું તેણે એટલી નમાઝ પઢી, કોઈ વધારો કે નુકસાન કર્યા વગર.
આપણાં બંને સજદાએ સહ્વ (ભૂલના સિજદા), શૈતાનને અપમાનિત કરવા અને તેને હરાવવા માટે છે, તેના દ્વારા માનવી તેને નિરાશા તરીકે નકારી કાઢ્યો, તે જે ઇચ્છતો હતો તેનાથી દૂર; કારણ કે તેણે તેની નમાઝ બાબતે મૂંઝવણમાં મૂકી દીધો હતો, જે અધૂરી રહી અતિ અથવા બેકાર થઈ જતી, પરંતુ આદમના પુત્રની નમાઝ ત્યારે પૂર્ણ થઈ હતી, જ્યારે તેણે સર્વશક્તિમાન અલ્લાહની આજ્ઞા પ્રમાણે સિજદો કર્યો, અને તેના દ્વારા ઈબ્લીસ શૈતાનની અવજ્ઞા કરી, જ્યારે તેણે અલ્લાહના અનુસરણ મુજબ આદમને સિજદો કરવાથી ના પાડી દીધી હતી.

હદીષથી મળતા ફાયદા

  1. એક નમાઝ પઢનાર વ્યક્તિ જ્યારે નમાઝ દરમિયાન મુંઝવાય જાય અને શંકામાં પડી જાય, તો તેણે યકીન પર અમલ કરવો જોઈએ, અને શંકાને છોડી દેવી જોઈએ, અને નાની સંખ્યા પર અમલ કરવો જોઈએ, તો તેની નમાઝ પુરી થઈ જશે, અને તેણે સલામ ફેરવતા પહેલા સજદએ સહ્વના બે સિજદા કરવા જોઈએ.
  2. આ બન્ને સિજદા નમાઝને પૂર્ણ કરવા અને શૈતાનને અપમાનિત સ્થિતિમાં પાછો મોલવાનો એક તરીકો છે, તેની ઈચ્છાથી ખૂબ જ દૂર જે તે ઈચ્છતો હતો.
  3. હદીષમાં શંકા એ કોઈ પણ પ્રકારનો ખચકાટ છે, તેથી જો શંકા હોય અને તે પ્રબળ હોય, તો તેના પર અમલ કરવામાં આવે છે.
  4. વસવસા અને વહેમનો સામનો કરી શરીઅતના આદેશ મુજબ અમલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الأوكرانية الجورجية
ભાષાતર જુઓ
વધુ