+ -

عن تَميم الداري رضي الله عنه، قال: سمعتُ رسول الله صلى الله عليه وسلم يقول:
«‌لَيَبْلُغَنَّ ‌هَذَا الأَمْرُ مَا بَلَغَ اللَّيْلُ وَالنَّهَارُ، وَلَا يَتْرُكُ اللهُ بَيْتَ مَدَرٍ وَلَا وَبَرٍ إِلَّا أَدْخَلَهُ اللهُ هَذَا الدِّينَ، بِعِزِّ عَزِيزٍ أَوْ بِذُلِّ ذَلِيلٍ، عِزًّا يُعِزُّ اللهُ بِهِ الإِسْلَامَ، وَذُلًّا يُذِلُّ اللهُ بِهِ الكُفْرَ» وَكَانَ تَمِيمٌ الدَّارِيُّ يَقُولُ: قَدْ عَرَفْتُ ذَلِكَ فِي أَهْلِ بَيْتِي، لَقَدْ أَصَابَ مَنْ أَسْلَمَ مِنْهُمُ الْخَيْرُ وَالشَّرَفُ وَالْعِزُّ، وَلَقَدْ أَصَابَ مَنْ كَانَ مِنْهُمْ كَافِرًا الذُّلُّ وَالصَّغَارُ وَالْجِزْيَةُ.

[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 16957]
المزيــد ...

તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા, તેઓએ કહ્યું:
«આ દીન (ઇસ્લામ) તે દરેક જગ્યા સુધી પહોંચીને રહેશે, જ્યાં દિવસ અને રાતનું ચક્રવય ચાલે છે, અને અલ્લાહ તઆલા કોઈ કાચું અથવા પાકું મકાન નહીં છોડે જ્યાં આ દીન ન પહોંચ્યો હોય, કદાચ તેની ઇઝ્ઝત કરી દીનનો સ્વીકાર કરી લેવામાં આવે અથવા ઇન્કાર કરી (દુનિયા અને આખિરતમાં અપમાનિત થવા લાગશે», તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની આ વાતની સત્યતા મેં પોતે મારા ખાનદાનમાં જોઈ, કે તેમાંથી જે લોકો મુસલમાન થયા, તેમના ભાગ્યમાં ભલાઈ, ઇઝ્ઝત અને પ્રતિષ્ઠતા આવી અને જે લોકો કાફિર રહ્યા તેમના ભાગ્યમાં અપમાન અને ખરાબી તેમજ તેમને ટેક્સ (કર) નો સામનો કરવો પડ્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 16957]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે ઇસ્લામ દીન જમીનના દરેક ખૂણા સુધી પહોંચશે, જ્યાં જ્યાં દિવસ અને રાત થાય છે, ત્યાં ત્યાં આ દીન (ઇસ્લામ) જરૂર પહોંચશે, અને અલ્લાહ તઆલા કોઈ શહેર, ગામડા, ગલી, રણનું એક પણ ઘર બાકી નહીં રાખે, જ્યાં અલ્લાહએ પોતાનો દીન પહોંચાડ્યો ન હોય. જે વ્યક્તિ આ દીનનો સ્વીકાર કરશે અને ઇમાન લાવશે તો તે ઇસ્લામે આપેલ ઇઝ્ઝત પામશે. અને જે વ્યક્તિ ઇસ્લામને અપનાવવાથી ઇન્કાર કરશે અને કુફ્ર કરશે, તો તેં અપમાનિત થશે.
ફરી સહાબી તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ જણાવ્યું કે આ હદીષમાં વર્ણન કરેલ વાતને મેં મારા ઘરમાં જોઈ, જે વ્યક્તિ ઇસ્લામ લાવ્યો તેને ઇઝ્ઝત, પ્રતિષ્ઠતા અને ભલાઈ મળી, અને જે વ્યક્તિએ કુફ્ર કર્યુ, તો તે અપમાનિત થયો, અને સાથે સાથે તેને મુસલમાનોને ટેક્સ (કરવેરો) પણ આપવો પડ્યો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية Kinyarwanda الرومانية Malagasy Oromo Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુસલમાનોને ખુશખબર આપવામાં આવી છે, તેમનો દીન ઇસ્લામ જમીનના દરેક ખૂણા સુધી પહોંચશે. (ઇન્ શાઅ અલ્લાહ)
  2. ઇઝ્ઝત ઇસ્લામ અને મુસલમાન માટે છે, અને અપમાન કુફ્ર અને કાફિરો માટે છે.
  3. આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નુબૂવ્વતની સત્યતાનો એક પુરાવો કે જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું તે સાચે જ થયું.
વધુ