+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَحَدَكُمْ إِذَا مَاتَ عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالعَشِيِّ، إِنْ كَانَ مِنْ أَهْلِ الجَنَّةِ فَمِنْ أَهْلِ الجَنَّةِ، وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ فَمِنْ أَهْلِ النَّارِ، فَيُقَالُ: هَذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللَّهُ يَوْمَ القِيَامَةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1379]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર જ્યારે તમારા માંથી કોઈ મૃત્યુ પામે છે, તો સવાર સાંજ તેને તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, જો તે જન્નતી લોકો માંથી હશે તો તેને જન્નતમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો જહન્નમમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને તેને કહેવામાં આવશે કે આ તમારું ઠેકાણું છે, અહીં સુધી કે અલ્લાહ તમને કયામતના દવસે બીજી વખત ઊભા કરશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1379]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે બંદો મૃત્યુ પામે છે તો તેની સામે તેની ખાસ જગ્યા જે જન્નત અથવા જહન્નમ બન્ને માંથી એક રજૂ કરવામાં આવે છે, સવાર સાંજ, જો તે જન્નતી હશે તો તેને જન્નતનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો તેને જહન્નમનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને કહેવામાં આવે છે: આ તમારું તે ઠેકાણું છે, જેના પર તમને અલ્લાહ કયામતના દિવસે ઊભા કરશે, તેના દ્વારા મોમિનને શાંતિ મળે છે, અને કાફિરને અઝાબ.

હદીષથી મળતા ફાયદા

  1. કબરની નેઅમતો અને અઝાબ સત્ય છે.
  2. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ રજૂઆત પરહેજગાર મોમિન અને કાફિર માટે સ્પષ્ટ છે, જ્યાં સુધી ગુનેગાર મોમિનની વાત છે, તો શક્ય છે કે તેને પણ તેનું જન્નતનું ઠેકાણું બતાવવામાં આવશે, જેમાં તે અંતમાં રહેશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી તેલુગું સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ