عَن هَانِئ مَوْلَى عُثْمَانَ رَضيَ اللهُ عنهُ قَالَ: كَانَ عُثْمَانُ إِذَا وَقَفَ عَلَى قَبْرٍ بَكَى حَتَّى يَبُلَّ لِحْيَتَهُ، فَقِيلَ لَهُ: تُذْكَرُ الْجَنَّةُ وَالنَّارُ فَلَا تَبْكِي، وَتَبْكِي مِنْ هَذَا؟ فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنْزِلٍ مِنْ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ مِنْهُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2308]
المزيــد ...
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના આઝાદ કરેલ ગુલામ હાની રહિમહુલ્લાહ વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ કોઈ વ્યક્તિની કબર પર ઉભા રહેતા તો ખૂબ રડતા એટલું રડતા કે (આંસુઓના કારણે) તેમની દાઢી લીલી થઈ જતી, તેમને કહેવામાં આવ્યું કે તમે જન્નત અને જહન્નમના વર્ણન પર આટલું નથી રડતા જેટલું કબરના વર્ણન પર રડો છો? ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: નિ:શંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે સરળ બની જશે અને જો તેને ત્યાં છુટકારો ન મળ્યો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે અઘરી હશે».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2308]
મુસલમાનોના અમીર ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ જ્યારે પણ કબર પાસે ઉભા રહેતા ખૂબ રડતા અહીં સુધી કે તેમના આંસુઓથી તેમની દાઢી લીલી થઈ જતી, તો તેમને પૂછવામાં આવ્યું: જ્યારે જન્નત અને જહન્નમનું વર્ણન થાય છે તો તમે જન્નતની પ્રાપ્તિ માટે અને જહન્નમના ભયથી એટલા નથી રડતા, જેટલા કબર પર રડો છો? તો ઉષમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કબર આખિરતની મંજિલો માંથી સૌથી પહેલી મંજિલ છે, જે વ્યક્તિને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના માટે આસાન થઈ જશે અને જો ત્યાં તેને અઝાબથી છુટકારો ન મળ્યો; તો તેના પછી દરેક મંજિલ પર સજા અને પકડ સખત થશે.