+ -

عن أبي سعيد الخدري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«الحَسَن والحُسَيْن سَيِّدا شَباب أهْل الجنة».

[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 3768]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હસન અને હુસૈન રઝી અલ્લાહુ અન્હુમા બંને જન્નતમાં યુવાનોના સરદાર હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3768]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે હસન અને હુસૈન જે અલી બિન અબી તાલિબ અને ફાતિમા બિન્તે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીકરાઓ છે, તે બંને જન્નતમાં જે લોકો યુવાનીની સ્થિતિમાં મૃત્યુ પામ્યા અને નેકી સાથે જન્નતમાં દાખલ થયા તેમના સરદાર હશે, અથવા તે બંને જન્નતના યુવાનોના સરદાર હશે, પયગંબરો અને ખુલફાએ રાશિદીન સિવાય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ફ્રેન્ચ રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં સ્પષ્ટ હસન અને હુસૈન રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
  2. આ હદીષના અર્થમાં કહેવામાં આવ્યું: આ સમયે કોણ યુવાન છે, જે જન્નતમાં દાખલ થાય, અને તે બંને તે દરેક લોકોથી શ્રેષ્ઠ છે, જેમના વિષે કોઈ મહત્ત્વતા વર્ણન કરવામાં નથી આવી, નબીઓ અને પયગંબરો અને ખુલફાએ રાશિદિન સિવાય, અથવા તે બંને તે દરેક યુવાનોના સરદાર છે, જે શોર્ય, ઉદારતા, હિંમત અને બહાદુરી જેવા ગુણો યુવાનીમાં ધરાવતો હોય, કારણકે હસન અને હુસૈન રઝી અલ્લાહુ અન્હુમા બંને વૃદ્ધ થઈ મૃત્યુ પામ્યા હતા.
વધુ