+ -

عَنْ وَابِصَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى رَجُلًا صَلَّى وَحْدَهُ خَلْفَ الصَّفِّ، فَأَمَرَهُ أَنْ يُعِيدَ صَلَاتَهُ.

[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [مسند أحمد: 18000]
المزيــد ...

વાબિસહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો.

[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 18000]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો તો તેને ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો, કારણકે તે સ્થિતિમાં નમાઝ સહીહ નહીં ગણાય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી પુરતગાલી આસામી الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જમાઅત સાથે નમાઝ પઢવા અને વહેલા આવવા પર ઉભાર્યા છે, અને એવી જ રીતે સફની પાછળ એકલા નમાઝ ન પઢવી જોઈએ જેથી તે અમાન્ય ન થઈ જાય.
  2. ઈમામ ઇબને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ સફની પાછળ એકલો નમાઝ પઢશે, અને તેના રુકૂઅથી ઊભા થતાં પહેલા તે સફમાં દાખલ થઈ જાય, તો તેના માટે ફરીવાર નમાઝ પઢવી જરૂરી નથી, જેવુ કે અબી બકરહની હદીષમાં વર્ણન કરવામાં આવ્યું, અન્યથા જો તે એકલો હોય તો તેના પર વાબિસહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ લાગું પઢશે.