+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ يَزِيدَ الخَطْمِيِّ قَالَ: حَدَّثَنِي البَرَاءُ وَهُوَ غَيْرُ كَذُوبٍ، قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَالَ: سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ، لَمْ يَحْنِ أَحَدٌ مِنَّا ظَهْرَهُ حَتَّى يَقَعَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَاجِدًا، ثُمَّ نَقَعُ سُجُودًا بَعْدَهُ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 690]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન્ યઝીદ ખત્મી રિવાયત કરે છે તેઓ કહે છે કે મને બરાઅ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું અને જેઓ જુઠા નથી:
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમિઅલ્લાહુ લિમન્ હમિદહ કહેતા, તો અમારા માંથી કોઈ ત્યાં સુધી કમર નહતું ઝુકાવતું, જ્યાં સુધી આપ સિજદામાં જતા ન રહેતા, ત્યાર પછી અમે સિજદામાં જતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 690]

સમજુતી

બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જે સાચા છે, જણાવ્યું કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રુકૂઅ કરી માથું ઉઠાવતા અને કહેતા: સમિઅલ્લાહુ લિમન્ હમિદહ, તેમની પાછળના લોકો ઊભા રહેતા અને કોઈ પણ સિજદામાં ન જતા, જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાનું કપાળ જમીન પર ન મુકતા અને પછી તેઓ તેમની પાછળ સિજદો કરતા.

હદીષથી મળતા ફાયદા

  1. સહાબા રઝી અલ્લાહુ અન્હુમનું નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણની સ્થિતિનું વર્ણન, તેઓ ત્યાં સુધી પોતાનું માથું નહતા ઝુકાવતા, જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિજદામાં ન જતા.
  2. ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નમાઝમાં સંપૂર્ણ શાંતિનો પુરાવો છે.
  3. મુક્તદી (ઈમામની પાછળ નમાઝ પઢનાર) એ નમાઝમાં ચાર સ્થિતિમાં અનુસરણ કરે છે : ૧- આગળ વધવું: ઇમામ પહેલા કોઈ પણ વસ્તુ શરૂ કરવું, કોઈ પણ નમાઝનું રુકન ઇમામના કર્યા પહેલા કરવું, ઉદાહરણ તરીકે: ઇમામના રુકૂઅ કર્યા પહેલા રુકૂઅ કરવો, તેના સિજદા કરતા પહેલા સિજદો કરવો, અને આ હરામ છે, અને જો આ જાણ હોવા છતાંય કરશે, તો તેની નમાઝ બાતેલ (અમાન્ય) ગણવામાં આવશે, રુકન પહેલા આગળ વધવુ અથવા કોઈ પણ રુકન, અને જો તકબીરે તહરિમાં પહેલા જ કરી દે તો તેણે બીજીવાર નમાઝ પઢવી પડશે. ૨-ઇમામની સાથે સાથે: ઇમામ સાથે સંમત થઈને, રુકૂઅ સાથે રુકૂઅ કરવો તેના સિજદા સાથે સિજદો કરવો, અને તેના કિયામ સાથે કિયામ, આ દરેક સ્થિતિઓ મકરુહ છે, પરંતુ સ્પષ્ટ પુરાવા દર્શાવે છે કે તે પણ પ્રતિબંધિત છે, જો તે શરૂઆતની તકબીરમાં ઇમામ સાથે સંમત થાય, તો તેની નમાઝ માન્ય નથી અને તેણે ફરીથી નમાઝ પઢવી પડશે. ૩- નમાઝના દરેક કાર્યો ઇમામના કર્યા પછી જ કરવા અને આ જ યોગ્ય રીત અને સુન્નત મુજબ છે ૪- પાછળ રહેવું: ઇમામથી એવી રીતે પાછળ રહેવું કે જેથી તે તેની પાછળ નમાઝ ન પઢી શકે, જેમ કે જ્યારે ઇમામ રુકૂઅ કરે, તો તેની પાછળ નમાઝ પઢનાર વ્યક્તિ ઇમામ રુકૂઅમાંથી ઉભા થાય ત્યાં સુધી ઊભો રહે છે, આ અનિવાર્ય કાર્યની વિરુદ્ધ અને પ્રતિબંધિત છે, સિવાય કે તે બીમારી અથવા વૃદ્ધાવસ્થાના કારણે હોય.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ