عَنْ أَبِي مُوسَى الأَشْعَرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَطْعِمُوا الجَائِعَ، وَعُودُوا المَرِيضَ، وَفُكُّوا العَانِيَ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5373]
المزيــد ...
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5373]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર કેટલાક હકો માંથી છે કે જો તેનો મુસલમાન ભાઈ ભૂખ્યો હોય, તો ખાવાનું ખવડાવો, બીમાર હોય તો ખબર અંતર પૂછો અને કેદ હોય તો આઝાદ કરાવો.