عَنْ أَبِي أُمَامَةَ البَاهِلِيِّ رَضيَ اللهُ عنه قَالَ: ذُكِرَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلاَنِ أَحَدُهُمَا عَابِدٌ وَالآخَرُ عَالِمٌ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«فَضْلُ العَالِمِ عَلَى العَابِدِ كَفَضْلِي عَلَى أَدْنَاكُمْ»، ثُمَّ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ اللَّهَ وَمَلاَئِكَتَهُ وَأَهْلَ السَّمَوَاتِ وَالأَرَضِينَ حَتَّى النَّمْلَةَ فِي جُحْرِهَا وَحَتَّى الحُوتَ لَيُصَلُّونَ عَلَى مُعَلِّمِ النَّاسِ الخَيْرَ».
[حسن لغيره] - [رواه الترمذي] - [سنن الترمذي: 2685]
المزيــد ...
અબૂ ઉમામહ બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વખત બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, તેમાંથી એક આબેદ (ખૂબ ઈબાદત કરનાર), અને બીજો આલિમ હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આલિમની મહત્ત્વતા એક આબેદ પર એવી જ છે, જેવી કે મારી મહત્ત્વતા તમારા માંથી એક સામાન્ય વ્યક્તિ પર છે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, આકાશ વાળાઓ, જમીન વાળાઓ અહીં સુધી કે કીડીઓ તેમના દળમાં તેમજ માછલીઓ પાણીમાં તે વ્યક્તિ માટે દુઆ કરે છે, જે લોકોને નેકીની શિક્ષા આપે છે».
- [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2685]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, એક આબેદ અને એક આલિમ, કે બન્ને માંથી શ્રેષ્ઠ કોણ છે?
તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને તેના પર અમલ કરનાર આલિમ તેમજ શીખવાડનાર બન્નેનું મહત્વ એક એવા ઈબાદત કરનાર વ્યક્તિ પર છે, જેણે પોતાને ઈબાદત માટે સમર્પિત કરી દીધો હોય, તે જાણતા કે તેના પર શું જરૂરી છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મહત્વ એક સામાન્ય સહાબા પર છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટતા કરી કે ઇલ્મના કારણે પવિત્ર અલ્લાહ, તેનું અર્શ ઉઠાવનારા અને સમગ્ર આકાશના ફરિશ્તાઓ, જમીનમાં દરેક માનવીઓ અને જિન્નાતો અને દરેક પ્રાણીઓ, અહીં સુધી કે કીડી તેના દળમાં, સમુદ્રમાં રહેલી માછલીઓ, સૃષ્ટિ પરના દરેક ઢોર, જમીન અને સમુદ્રનું દરેક સર્જન, દરેક તે આલિમ માટે ભલાઈની દુઆ કરે છે, જે લોકોને દીનનું ઇલ્મ શીખવાડે છે, અને લોકોની નજાત તેમજ સફળતાની ચિંતા કરે છે.