عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْ قَوْمٍ يَقُومُونَ مِنْ مَجْلِسٍ لَا يَذْكُرُونَ اللَّهَ فِيهِ إِلَّا قَامُوا عَنْ مِثْلِ جِيفَةِ حِمَارٍ، وَكَانَ لَهُمْ حَسْرَةً».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 4855]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4855]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે મજલિસના લોકો અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભા થશે, તો તેઓ એ સ્થિતિમાં ઊભા થશે કે તેઓ દુર્ગંધ અને ગધેડાના શબની આસપાસ એકઠા થયા હતા, અને આ તે કારણે કે તેઓ પોતાની મજલિસમાં અલ્લાહનો ઝિક્ર કરતાં ન હતાં, તેથી તેમને કયામતના દિવસે અફસોસ અને પસ્તાવો અને નુકસાન જ થશે.