عَنِ ابْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَقِيتُ إِبْرَاهِيمَ لَيْلَةَ أُسْرِيَ بِي فَقَالَ: يَا مُحَمَّدُ، أَقْرِئْ أُمَّتَكَ مِنِّي السَّلاَمَ، وَأَخْبِرْهُمْ أَنَّ الجَنَّةَ طَيِّبَةُ التُّرْبَةِ عَذْبَةُ الْمَاءِ، وَأَنَّهَا قِيعَانٌ، وَأَنَّ غِرَاسَهَا سُبْحَانَ اللهِ وَالحَمْدُ لِلَّهِ وَلاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَاللَّهُ أَكْبَرُ».
[حسن بشواهده] - [رواه الترمذي] - [سنن الترمذي: 3462]
المزيــد ...
ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા તરફથી સલામ કહેજો, અને તેમને જાણ કરી દેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, તે સપાટ મેદાન છે અને તેની વાવણી, સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર છે».
[હસન બિશવાહિદીહી] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3462]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મેં ઇસ્રા અને મેઅરાજની રાત્રે ઈબ્રાહીમ ખલીલુલ્લાહ સાથે મુલાકાત કરી, તેમણે કહ્યું, હે મુહમ્મદ ! મારા તરફથી તમારી કોમને સલામ પહોંચાડશો અને કહેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, સહેજ પણ ખારાશ નથી, અને જન્નત એક વિશાળ સપાટ મેદાન છે, આ પવિત્ર શબ્દો દ્વારા ત્યાં વાવણી કરવામાં આવે, અને બાકી રહેવાવાળી નેકીઓ છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર , જ્યારે પણ કોઈ મુસ્લિમ આ શબ્દો કહેશે અને દોહરાવશે તો તેના માટે એક છોડનું રોપાણ કરવામાં આવશે.