عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«انْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُومًا». فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ، أَنْصُرُهُ إِذَا كَانَ مَظْلُومًا، أَفَرَأَيْتَ إِذَا كَانَ ظَالِمًا كَيْفَ أَنْصُرُهُ؟ قَالَ: « تَحْجُزُهُ -أَوْ تَمْنَعُهُ- مِنَ الظُّلْمِ؛ فَإِنَّ ذَلِكَ نَصْرُهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6952]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું:
«તમે પોતાના ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત», એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની હું મદદ કરું, પરંતુ જાલિમ હોય, તો તેની મદદ કંઈ રીતે મદદ કરવી? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને અત્યાચાર કરવાથી ચેતવણી આપશો અથવા તેને રોકશો; તે જ તેની મદદ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6952]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે પોતાના મુસલમાન ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત, તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની મદદ હું કરું કે તેને અત્યાચારથી બચાવવો, પરંતુ જાલિમ વ્યક્તિની મદદ કંઈ રીતે કરી શકાય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેને અત્યાચાર કરવાથી રોકવો, તે જ તેની મદદ ગણાશે, કારણકે તમે તેને શૈતાન અને નફસે અમ્મારહ, જે બુરાઈનો આદેશ આપે છે, તેનાથી રોક્યો.