عَنْ أَبِي مُوسَى رَضيَ اللهُ عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَثَلُ مَا بَعَثَنِي اللَّهُ بِهِ مِنَ الهُدَى وَالعِلْمِ كَمَثَلِ الغَيْثِ الكَثِيرِ أَصَابَ أَرْضًا، فَكَانَ مِنْهَا نَقِيَّةٌ، قَبِلَتِ المَاءَ، فَأَنْبَتَتِ الكَلَأَ وَالعُشْبَ الكَثِيرَ، وَكَانَتْ مِنْهَا أَجَادِبُ، أَمْسَكَتِ المَاءَ، فَنَفَعَ اللَّهُ بِهَا النَّاسَ، فَشَرِبُوا وَسَقَوْا وَزَرَعُوا، وَأَصَابَتْ مِنْهَا طَائِفَةً أُخْرَى، إِنَّمَا هِيَ قِيعَانٌ لاَ تُمْسِكُ مَاءً وَلاَ تُنْبِتُ كَلَأً، فَذَلِكَ مَثَلُ مَنْ فَقُهَ فِي دِينِ اللَّهِ وَنَفَعَهُ مَا بَعَثَنِي اللَّهُ بِهِ، فَعَلِمَ وَعَلَّمَ، وَمَثَلُ مَنْ لَمْ يَرْفَعْ بِذَلِكَ رَأْسًا، وَلَمْ يَقْبَلْ هُدَى اللَّهِ الَّذِي أُرْسِلْتُ بِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 79]
المزيــد ...
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને જ્ઞાન સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ ભારે વરસાદ જેવું છે, જે જમીન પર વરસે, તો જમીનનો જે ભાગ ઉપજાઉ હોય છે, તો તે જમીનનો ભાગ તે પાણીને શોષી લે છે, અને વધુ માત્રામાં ઘાસ અને વનસ્પતિ ઉગાડે છે, જયારે કે જમીનનો થોડો ભાગ ઉપજાઉ હોતો નથી, તો તે પાણીને રોકી લે છે, અને અલ્લાહ લોકોને ફાયદો પહોંચાડે છે, જેથી લોકો પોતે પણ પાણી પીવે છે અને પોતાના જાનવરોને પણ પીવડાવે છે, અને તેના દ્વારા ખેતી કરે છે, એવી જ રીતે વરસાદ જમીનના એવા ભાગ પર વરસે છે જે ટેકરા માફક હોય છે, જે ન તો પાણીને એકઠું કરે છે ન તો વનસ્પતિ ઉગાડે છે, આ જ ઉદાહરણ તે વ્યક્તિનું છે, જેના અલ્લાહના દીનની સમજ પ્રાપ્ત કરી અને જે શિક્ષા આપી માણે અલ્લાહએ મોકલ્યો છે, તેના દ્વારા ફાયદો ઉઠાવ્યો, તેણે પોતે પણ શિક્ષા પ્રાપ્ત કરી અને અન્ય લોકોને પણ શીખવાડી, તથા આ તે વ્યક્તિનું ઉદાહરણ છે જેણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને અલ્લાહનું માર્ગદર્શન, જે હું લઈને આવ્યો છું તેનો સ્વીકાર ન કર્યો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 79]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિ પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઉપમા આપી, જે તેમણે લાવેલ હિદાયત અને સાચા માર્ગથી ફાયદો ઉઠાવે છે, જે અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે, અને શરીઅત (ઘાર્મિક) જ્ઞાનને તે જમીન વડે ઉપમા આપી છે, જેના પર પુષ્કળ વરસાદ વરસ્યો હોય; તેના ત્રણ પ્રકાર હોય છે: પહેલો પ્રકાર: એક શુદ્ધ અને ફળદ્રુપ જમીન જે વરસાદના પાણીને શોષી લે છે, જેના દ્વારા તાજી અને સૂકી બંને પ્રકારની વનસ્પતિઓ વિપુલ માત્રામાં ઉગે છે, જેના દ્વારા લોકો ફાયદો ઉઠાવે છે. બીજો પ્રકાર: જે જમીન પાણી રોકી રાખે છે, પરંતુ વનસ્પતિ ઉગાડતી નથી, તે પાણી સંભાળી રાખે છે, જેના કારણે લોકો તેનાથી ફાયદો ઉઠાવે છે, તેઓ પાણી પીવે છે અને પોતાના ઢોરો પણ પાણી પીવડાવે છે, તેમજ ખેતરોના પાકની પણ તેના દ્વારા સિંચાઈ કરે છે. ત્રીજો પ્રકાર: એક સપાટ, સુંવાળી જમીન, જે ન તો પાણી રોકે છે અને ન તો ત્યાં વનસ્પતિ ઉગાડે છે, તે વરસાદના પાણીથી ન પોતો ફાયદો ઉઠાવે છે ન તો અન્ય લોકોને ફાયદો પહોંચાડે છે. એવી જ રીતે તે લોકો પણ છે, જેઓ તે જ્ઞાન અને માર્ગદર્શનને સાંભળે છે, જેની આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમને મોકલવામાં આવ્યા છે. પહેલો પ્રકાર: એવો આલીમ, જે અલ્લાહના દીનથી સારી રીતે જાણે, પોતાના જ્ઞાન મુજબ તેનું પાલન કરે અને અન્ય લોકોને પણ શીખવાડે છે; તે ફળદ્રુપ જમીન જેવો છે, જે પાણીને શોષી પોતે પણ ફાયદો ઉઠાવે છે અને વાવેતરના વિકાસનું કારણ બને છે, એવી જ રીતે અન્યને પણ ફાયદો પહોંચાડે છે. બીજો પ્રકાર: તે જે ઇલ્મ (જ્ઞાન)ને સુરક્ષિત રાખે છે, પરંતુ તે તેની ઊંડાણપૂર્વક સમજ અથવા તેમાંથી આદેશો પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતો નથી, તે જ્ઞાનને એકત્રિત કરે છે અને તેમાં પોતાનો સમય ફાળવે છે, પરંતુ તે તેના સ્વૈચ્છિક કાર્યોનું પાલન કરતો નથી, અથવા તે સમજી શકતો નથી કે તેણે શું એકત્રિત કર્યું છે, તે બીજાઓ માટે ફક્ત એક સાધન છે, -જે તેમને ફાયદો પહોંચાડી રહ્યો છે- તે જમીન જેવો છે, જેમાં પાણી રોકે છે, જેના દ્વારા લોકોને લાભ થાય છે. ત્રીજો પ્રકાર: તે જે કોઈ ઇલ્મ સાંભળે છે, પરંતુ ન તો તેની સુરક્ષા કરે છે ન તો તેના પર અમલ કરે છે, અને ન તો અન્ય લોકો સુધી પહોંચાડે છે; તે એક ઉજ્જડ અને સુંવાળી જમીન જેવો છે, જેમાં કોઈ વનસ્પતિ ઉગતી નથી અને તે પાણી શોષે છે અને ન તો અન્યને લાભ પહોંચાડે છે.