عَنْ صَفْوَانَ بْنِ مُحْرِزٍ قَالَ: قَالَ رَجُلٌ لِابْنِ عُمَرَ رضي الله عنهما كَيْفَ سَمِعْتَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: فِي النَّجْوَى؟ قَالَ: سَمِعْتُهُ يَقُولُ:
«يُدْنَى الْمُؤْمِنُ يَوْمَ الْقِيَامَةِ مِنْ رَبِّهِ عَزَّ وَجَلَّ، حَتَّى يَضَعَ عَلَيْهِ كَنَفَهُ، فَيُقَرِّرُهُ بِذُنُوبِهِ، فَيَقُولُ: هَلْ تَعْرِفُ؟ فَيَقُولُ: أَيْ رَبِّ أَعْرِفُ، قَالَ: فَإِنِّي قَدْ سَتَرْتُهَا عَلَيْكَ فِي الدُّنْيَا، وَإِنِّي أَغْفِرُهَا لَكَ الْيَوْمَ، فَيُعْطَى صَحِيفَةَ حَسَنَاتِهِ، وَأَمَّا الْكُفَّارُ وَالْمُنَافِقُونَ، فَيُنَادَى بِهِمْ عَلَى رؤُوسِ الْخَلَائِقِ هَؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَى اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2768]
المزيــد ...
સફવાન બિન મુહરિઝ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું કે તમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નજવા (મોમિનની અલ્લાહ સાથે વાતચીત) વિષે શું સાંભળ્યું છે? તો તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે), ફરી તેને તેના ગુનાહોને એકરાર કરાવશે, ફરી અલ્લાહ કહેશે: શું તું (આ દરેક ગુનાહ)ને ઓળખે છે? તો કહેશે; હાં મારા પાલનહાર! હું (આ દરેક ગુનાહોને) ઓળખું છું, ફરી અલ્લાહ કહેશે: મેં તારા પર દુનિયામાં પણ (કૃપા કરી), આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ (તારા પર દયા કરીશ) તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે, હા, કાફિર અને મુનાફિકની વાત, તો તેમને સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2768]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિન બંદાની કયામતના દિવસે વાતચીત વિષે જણાવ્યું, અને કહ્યું:
મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પરદો ઢાંકી દેશે, જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે, ફરી તેને કહેવામાં આવશે:
શું તું આ દરેક ગુનાહ ને ઓળખે છે?... તે બંદા અને પાલનહાર દરમિયાન થયેલા ગુનાહોનો સ્વીકાર કરશે.
તો તે કહેશે; હાં મારા પાલનહાર!
અહીં સુધી કે તે મોમિન બંદો ભયભીત થશે અને ગભરાવવા લાગશે, તો પવિત્ર અલ્લાહ તેને કહેશે: મેં તારા પર દુનિયામાં પણ કૃપા કરી આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ તારા પર દયા કરીશ, તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે.
અને રહી કાફિર અને મુનાફિકની વાત, તો તેમના વિશે સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે.