+ -

عن ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ: يَا كَافِرُ، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا، إِنْ كَانَ كَمَا قَالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 60]
المزيــد ...

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ કોઈ ભાઈને કહેશે કે હે કાફિર! તો બન્ને માંથી એક કાફિર બની જશે, જે પ્રમાણે તેણે કહ્યું છે જો તે કાફિર નહીં હોય તો તેનું કહેવું તેની તરફ ફરી જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 60]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એ વાતથી સચેત કર્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન ભાઈને હે કાફિર કહી ન બોલાવે, કારણકે બન્ને માંથી એક પર તો આ શબ્દ જરૂર લાગુ પડશે, જો તે પ્રમાણે નહીં હોય તો જેણે કાફિર કહ્યું છે તેના તરફ તે શબ્દ લાગુ પડશે.

ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. એક મુસલમાનને ચેતવણી આપવામાં આવી છે કે તે પોતાના મુસ્લિમ ભાઈ વિશે એવા શબ્દોનો ઉપયોગ ન કરે, જેમાં પાપ અને કુફ્રના લક્ષણો હોય.
  2. ખરાબ વાતથી બચવું જોઈએ, પોતાના ભાઈ વિશે અત્યંત સાચવીને વાત કહેવી જોઈએ, અન્યથા તે ખૂબ મોટો ખતરો છે, એટલા માટે પોતાની જબાનની સુરક્ષા કરવી જરૂરી છે અને એ કે કંઈ પણ વાત સોચી સમજી અને વિચારીને કહેવી જોઈએ.
વધુ