+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«لَا يَمْنَعَنَّ رَجُلًا مِنْكُمْ مَخَافَةُ النَّاسِ أَنْ يَتَكَلَّمَ بِالْحَقِّ إِذَا رَآهُ أَوْ عَلِمَهُ».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [مسند أحمد: 11403]
المزيــد ...

અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિને લોકોનો ભય તેને સત્ય વાત કહેવાથી ન રોકે, જ્યારે તે તેને જોઈ રહ્યો હોય અથવા જાણતો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 11403]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને સંબોધિત કર્યા, અને જે નસીહત અને વસીયત કરી તે એ કે કોઈ મુસલમાનને લોકોનો ભય અને તેમની તાકાત તેને સત્ય વાત કહેવા અથવા તેનો આદેશ આપવાથી ન રોકે.

હદીષથી મળતા ફાયદા

  1. સત્ય વાતને જાહેર કરવા અને લોકોના ભયથી તેને છુપાવવા પર રોક્યા છે.
  2. સત્ય વાત કહેવાનો અર્થ એ નથી કે અદબ અને લિહાજ કરવામાં ન આવે, પરંતુ વિનમ્રતા અને શાણપણ અને સારી રીતે સલાહ આપવામાં આવે.
  3. ખરાબ કામની નિંદા કરવી અને અલ્લાહના અધિકારને લોકોના અધિકાર અને તેમના ફાયદા પર પ્રાથમિકતા આપવી વાજિબ (અનિવાર્ય) છે, જે તેના વિરુદ્ધ હોય.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ