+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قَالَ اللَّهُ عَزَّ وَجَلَّ: يُؤْذِينِي ابْنُ آدَمَ يَسُبُّ الدَّهْرَ وَأَنَا الدَّهْرُ، بِيَدِي الأَمْرُ أُقَلِّبُ اللَّيْلَ وَالنَّهَارَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4826]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાન મને તકલીફ આપે છે, તે જમાનાને ગાળો આપે છે, જ્યારે કે હું જ જમાનો છું, મારા જ હાથમાં બધું છે, હું જ રાત અને દિવસને ફેરવું કરું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4826]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કૂદસીમાં કહે છે: તે વ્યક્તિ મારું અપમાન કરે છે અને હું તેનાથી દુઃખી થાઉં છું, જે આપત્તિના સમયે અથવા મુસીબત વખતે, જમાનાને ગાળો આપે છે; કારણકે અલ્લાહ એકલો જ વયવસ્થાપક છે, અને તે જેમ ઈચ્છે વ્યવસ્થા કરે છે, ફેરફાર કરે છે, એટલા માટે જમાનાને ગાળો આપવી તેની વ્યવસ્થા કરનારને ગાળો આપવી ગણાશે, અને જમાનો પણ એક આધીન સર્જન છે, જેમાં અલ્લાહના આદેશ પ્રમાણે કિસ્સાઓ થતા હોય છે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ તે હદીષો માંથી કે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદ્સી અથવા ઇલાહી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, કુરઆન જેવા લક્ષણો તેમાં નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેના વિષે પડકાર આપવામાં આવ્યો હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.
  2. અલ્લાહ તઆલાનું સંપૂર્ણ સન્મામ કરવું જોઈએ, પોતાની વાતો વડે પણ અને અકીદહ વડે પણ.
  3. તકદીર પર ઇમાન લાવવું જરૂરી છે, અને આવતી તકલીફ પર સબર કરવી જોઈએ.
  4. તકલીફ નુકસાનથી અલગ છે; કોઈ વ્યક્તિને કોઈ અપ્રિય વસ્તુ સાંભળી કે જોઈને તકલીફ થઈ શકે છે, પરંતુ તેનાથી તેને નુકસાન થઈ શકતું નથી, તેવી જ રીતે, કોઈ વ્યક્તિને ડુંગળી કે લસણ જેવી દુર્ગંધથી નુકસાન થઈ શકે છે, પરંતુ તેનાથી તેને ખરેખર નુકસાન થતું નથી.
  5. ઉચ્ચ અલ્લાહ તઆલાને તેના બંદાઓના કેટલાક કાર્યો વડે તકલીફ પહોંચે છે, પરંતુ ખરેખર તેને કંઈ જ નુકસાન પહોંચતું નથી, જેવું કે હદીષે કુદસીમાં અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ! તમે મને નુકસાન પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને તે જ રીતે તમે મને ફાયદો પહોંચાડવાની પણ શક્તિ નથી ધરાવતા કે તમે મને ફાયદો પહોંચાડી શકો».
  6. જમાનાને ગાળો આપવી અને લઅનત કરવાના ત્રણ પ્રકાર છે: ૧- જમાનાને એ સમજીને ગાળો આપવી કે જે કરે છે કે તે જમાનો જ કરે છે, તે જ ભલાઇ અને બુરાઈને ફેરવી નાખે છે, આવું સમજવું શિર્કે અકબર છે; કારણકે એમ સમજવામાં આવે છે કે અલ્લાહ સિવાય કોઈ અન્ય પેદા કરનાર છે અને તે દુનિયામાં થતી ઘટનાઓને અલ્લાહ સિવાય અન્ય સાથે સંબંધિત કરે છે. ૨- એમ સમજ્યા વગર જમાનાને ગાળો આપવી કે કર્તા તે નથી; પરંતુ અલ્લાહ જ દરેક કાર્યની વ્યવસ્થા કરનાર છે, તો પણ તેને ગાળો આપવી જ ગણવામાં આવશે; કારણકે તે એક ખોટી વાત કરી રહ્યો છે, જે હરામ છે. ૩- તેને કંઈ પણ સમજ્યા વગર કહેવું, એ જાઈઝ છે, લૂત અલૈહિસ્સ સલામની વાત કુરઆનમાં નકલ કરવામાં આવી: {અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો છે}.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ