عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قِيلَ: يَا رَسُولَ اللهِ ادْعُ عَلَى المُشْرِكِينَ قَالَ:
«إِنِّي لَمْ أُبْعَثْ لَعَّانًا، وَإِنَّمَا بُعِثْتُ رَحْمَةً».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2599]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: કહેવામાં આવ્યું: હે અલ્લાહના પયગંબર! મુશરિકો વિરુદ્ધ દુઆ કરો, તો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મને શાપ આપનારો બનાવી મોકલવામાં નથી આવ્યો, પરંતુ મને દયા તરીકે મોકલવામાં આવ્યો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2599]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહ સાથે ભાગીદાર બનાવનારા લોકો વિરુદ્ધ દુઆ કરવાનું કહેવામાં આવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને અલ્લાહ દ્વારા શાપ આપનારો બનાવી મોકલવામાં આવ્યો નથી, અર્થાત્ લોકોને તેની દયાથી દૂર રાખવા અને લોકોને ભલાઈથી દૂર રાખવા, મને તેના માટે મોકલવામાં આવ્યો નથી, પરંતુ મને લોકો માટે ખાસ કરીને મોમિનો માટે ભલાઈ અને દયાનો સ્ત્રોત બનાવી મોકલવામાં આવ્યો છે.