+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَتَدْرُونَ مَا الْمُفْلِسُ؟» قَالُوا: الْمُفْلِسُ فِينَا مَنْ لَا دِرْهَمَ لَهُ وَلَا مَتَاعَ، فَقَالَ: «إِنَّ الْمُفْلِسَ مِنْ أُمَّتِي يَأْتِي يَوْمَ الْقِيَامَةِ بِصَلَاةٍ وَصِيَامٍ وَزَكَاةٍ، وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا، وَقَذَفَ هَذَا، وَأَكَلَ مَالَ هَذَا، وَسَفَكَ دَمَ هَذَا، وَضَرَبَ هَذَا، فَيُعْطَى هَذَا مِنْ حَسَنَاتِهِ، وَهَذَا مِنْ حَسَنَاتِهِ، فَإِنْ فَنِيَتْ حَسَنَاتُهُ قَبْلَ أَنْ يُقْضَى مَا عَلَيْهِ أُخِذَ مِنْ خَطَايَاهُمْ فَطُرِحَتْ عَلَيْهِ، ثُمَّ طُرِحَ فِي النَّارِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2581]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«શું તમે જાણો છે કે ગરીબ કોણ છે? સહાબાઓએ કહ્યું: અમારી પાસે ગરીબ તે વ્યક્તિ છે, જેની પાસે દિરહમ અને માલ સામાન ન હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: "મારી કોમનો ગરીબ તે વ્યક્તિ છે, જે કયામતના દિવસે નમાઝ, રોઝા, ઝકાત સાથે આવશે, પરંતુ તે એવી સ્થિતિમાં ઊભો હશે કે તેણે કોઈને ગાળો આપી હશે, કોઈના પર દુષ્કર્મનો આરોપ મૂક્યો હશે, કોઈનું લોહી વહાવયુ હશે, અને કોઈને માર માર્યો હશે, છેવટે તેની નેકીઓ માંથી તે લોકોને ભાગ આપી દેવામાં આવશે, આ તેની નેકીઓ છે, આ તેની નેકીઓ છે, બસ જ્યારે તેની નેકીઓ તેમના નિર્ણય પહેલા ખતમ થઈ જશે, તો હકદારોના ગુનાહ લઈ તેના શિરે નાખી દેવામાં આવશે, ફરી તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2581]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના સહાબાઓને સવાલ કર્યો: શું તમે જાણો છો કે ગરીબ કોણ છે? તેમણે જવાબ આપ્યો: અમારી નજીક ગરીબ તે છે, જેની પાસે ન તો માલ છે અને ન તો સામાન, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: મારી કોમનો ગરીબ તે હશે, જે કયામતના દિવસે સત્કાર્યો જેમકે નમાઝ, રોઝા, ઝકાત વગરે સાથે લઈ આવશે, અને તે એવી સ્થિતિમાં આવશે કે તેણે કોઈને ગાળો આપી હશે, અને કોઈ વ્યક્તિની ઇઝ્ઝત પર આરોપ લગાવ્યો હશે, અને કોઈ વ્યક્તિનો માલ હડપી તેને પાછો આપ્યો નહીં હોય, અને કોઈ વ્યક્તિનું લોહી વહાવયુ હશે, અને જુલમ કર્યો હશે, તો પીડિત લોકોને તેની નેકીઓ આપી દેવામાં આવશે, બસ જ્યારે તેની નેકીઓ તેમના હકો અને અન્યાયનો બદલોપૂર્ણ થતાં પહેલા ખતમ થઈ જશે, તો પીડિત લોકોના ગુનાહ જાલિમ વ્યક્તિના ભાગમાં નાખી દેવામાં આવશે, ફરી તેને ધૃતકારી જહન્નમમાં નાખી દેવામાં આવશે, જ્યાં તેની કોઈ નેકી બાકી નહીં રહે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં હરામ કાર્યો કરવાથી સચેત કર્યા છે, ખાસ કરીને તે બાબતો જે બંદાઓની ભૌતિક અને નૈતિક અધિકારોનું ઉલ્લંઘન કરે.
  2. સર્જનના હકો બંને વચ્ચે વિવાદ પર આધારિત હોય છે, અને સર્જકના હકો શિર્ક સિવાય ઇસ્તિગફાર પર આધારિત હોય છે.
  3. વાત સમજાવવા માટે એવો તરીકો અપનાવવો જોઈએ, જે સાંભળવાવાળાને ખુશ કરી દે, અને તેઓ વાત સાંભળવા પર આકર્ષિત થાય, ખાસ કરીને શિક્ષા અને માર્ગદર્શન બાબતે.
  4. મુફલિસ (ગરીબ) શબ્દના સાચા અર્થનું વર્ણન, તે એ કે કયામતના દિવસે જેના લેણદારોને તેના સત્કાર્યો આપી દેવામાં આવશે.
  5. આખિરતમાં બદલો દરેક નેકીઓને દ્વારા શકે છે, અહીં સુધી કે તેની પાસે એક પણ નેકી બાકી ન રહે.
  6. સર્જન સાથે અલ્લાહનો વ્યવહાર ન્યાય અને સત્યતા પર આધારિત છે.
વધુ