عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ إِذَا أَحَبَّ عَبْدًا دَعَا جِبْرِيلَ فَقَالَ: إِنِّي أُحِبُّ فُلَانًا فَأَحِبَّهُ، قَالَ: فَيُحِبُّهُ جِبْرِيلُ، ثُمَّ يُنَادِي فِي السَّمَاءِ فَيَقُولُ: إِنَّ اللهَ يُحِبُّ فُلَانًا فَأَحِبُّوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، قَالَ ثُمَّ يُوضَعُ لَهُ الْقَبُولُ فِي الْأَرْضِ، وَإِذَا أَبْغَضَ عَبْدًا دَعَا جِبْرِيلَ فَيَقُولُ: إِنِّي أُبْغِضُ فُلَانًا فَأَبْغِضْهُ، قَالَ فَيُبْغِضُهُ جِبْرِيلُ، ثُمَّ يُنَادِي فِي أَهْلِ السَّمَاءِ إِنَّ اللهَ يُبْغِضُ فُلَانًا فَأَبْغِضُوهُ، قَالَ: فَيُبْغِضُونَهُ، ثُمَّ تُوضَعُ لَهُ الْبَغْضَاءُ فِي الْأَرْضِ».
[صحيح] - [صحيح مسلم] - [صحيح مسلم: 2637]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરું છું, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેમની સાથે મોહબ્બત કરવા લાગે છે અને આકાશમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો આકાશ વાળા પણ તેનાથી મોહબ્બત કરવા લાગે છે, પછી તેના માટે જમીનમાં શ્રેષ્ઠતા લખી દેવામાં આવે છે, અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નારાજ થાય છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે કે હું ફલાણા વ્યક્તિથી નારાજ છું, તમે પણ તેનાથી નફરત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી નફરત કરે છે, અને આકાશ વાળાઓમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી નારાજ છે એટલા માટે તમે પણ તેનાથી નફરત કરો, પછી જમીનમાં તેના માટે નફરત લખી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [صحيح مسلم] - [સહીહ મુસ્લિમ - 2637]
આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ કોઈ મોમિન બંદા સાથે મોહબ્બત કરે છે, જે અલ્લાહના આદેશોનો આજ્ઞાકારી હોય, અને તેણે અવૈધ કાર્યોથી સંપૂર્ણ બચતો હોય તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: નિઃશંક અલ્લાહ તઆલા ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ મોહબ્બત કરો. તો ફરિશ્તાઓના સરદાર હઝરત જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી મોહબ્બત કરે છે, અને જિબ્રઇલ અલૈહિસ્ સલામ આકાશના ફરિશ્તાઓમાં એલાન કરે છે: નિઃશંક તમારો પાલનહાર ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તો આકાશવાળા પણ મોહબ્બત કરવા લાગે છે, પછી મોમિનોના દિલમાં પણ તેના પ્રત્યે મોહબ્બત નાખી દેવામાં આવે છે, તેની તરફ ઝુકાવ અને પ્રસન્નતા નાખી દેવામાં આવે છે. અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નફરત કરે છે તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: હું ફલાણા વ્યક્તિથી નફરત કરું છું, તમે પણ તેનાથી નફરત કરો; તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ નફરત કરવા લાગે છે, પછી આકાશમાં જિબ્રઇલ અલૈહિસ્ સલામ એલાન કરતા કહે છે: નિઃશંક ફલાણા વ્યક્તિથી અલ્લાહ નફરત કરે છે, તમે પણ તેનાથી નફરત કરો; તો લોકો પણ તેનાથી નફરત કરવા લાગે છે અને પછી મોમિનોના હૃદયમાં તેના પ્રત્યે નફરત અને દૂરી નાખી દેવામાં આવે છે.