عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«اثْنَتَانِ فِي النَّاسِ هُمَا بِهِمْ كُفْرٌ: الطَّعْنُ فِي النَّسَبِ، وَالنِّيَاحَةُ عَلَى الْمَيِّتِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 67]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું:
«બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 67]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી:
પહેલી : લોકોને ખાનદાન બાબતે મહેણાંટોણા મારવા, ખામીઓ શોધવી અને ઘમંડ કરવું.
બીજી: મુસીબતના સમયે તકદીર પર નારાજ થઈ રાડો પાડવી, અથવા ભયના કારણે કપડાં ફાડવા.