عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ لَا يَظْلِمُ مُؤْمِنًا حَسَنَةً، يُعْطَى بِهَا فِي الدُّنْيَا وَيُجْزَى بِهَا فِي الْآخِرَةِ، وَأَمَّا الْكَافِرُ فَيُطْعَمُ بِحَسَنَاتِ مَا عَمِلَ بِهَا لِلَّهِ فِي الدُّنْيَا، حَتَّى إِذَا أَفْضَى إِلَى الْآخِرَةِ، لَمْ تَكُنْ لَهُ حَسَنَةٌ يُجْزَى بِهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2808]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે, અને કાફિરની નેકિઓનો બદલો દુનિયામાં આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, જેનો બદલો આપવામાં આવે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2808]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સાથે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, અને કાફિરો સાથે સંપૂર્ણ ન્યાયનું વર્ણન કર્યું છે. જ્યાં સુધી મોમિનની વાત છે તો તેની એક નેકીના સવાબમાં સહેજ પણ ઓછો કરવામાં નથી આવતો, પરંતુ તેના અનુસરણના બદલામાં તેને દુનિયામાં પણ ભલાઈ મળે છે અને આખિરતમાં પણ તેનો સવાબ એકઠો કરી લેવામાં આવે છે અને કેટલીક વાર તો તેનો સંપૂર્ણ બદલો આખિરતમાં સુરક્ષિત કરી લેવામાં આવે છે. અને કાફિરની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, કારણકે તેની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવી ગયો છે; કારણકે જે પણ નેક કાર્ય જે દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડે છે, તેના માટે જરૂરી છે કે તે કાર્ય કરવા વાળો મોમિન હોય.