عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ:
سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: يَا ابْنَ آدَمَ إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ، وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيْئًا لأَتَيْتُكَ بِقُرَابِهَا مَغْفِرَةً».
[حسن] - [رواه الترمذي] - [سنن الترمذي: 3540]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઉચ્ચ અને બરકતવાળા અલ્લાહએ કહ્યું: હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ!, જો તારા ગુનાહ આકાશની ઊંચાઇ સુધી પણ પહોંચી જાય, ફરી તું મારી પાસે માફી માંગે, તો હું તારા ગુનાહ માફ કરી દઇશ, અને હું તેની સહેજ પણ ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ! જો તું મારી પાસે જમીન બરાબર ગુનાહ લઈને આવીશ તે સ્થિતિમાં કે તે મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેહરાવ્યો હોય, તો હું તારી પાસે જમીન બરાબર માફી લઈને આવીશ».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3540]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું: હે ઈબ્ને આદમ! જ્યાં સુધી તું મને પોકારતો રહીશ અને મારી રહેમતની આશા રાખતો રહીશ અને ક્યારેય મારી રહેમતથી નાસીપાસ નહીં થાઉં, તો હું તારા ગુનાહોને છુપાવીશ અને તેને મિટાવી પણ દઇશ અને હું એ વાતની ચિંતા નહીં કરું, કે તે ગુનોહો અવજ્ઞા અને મોટા ગુનાહો માંથી છે. હે ઈબ્ને આદમ! જો તારા ગુનાહ એટલા વધારે હશે કે આકાશ અને ધરતી વચ્ચેની દરેક વસ્તુ ભરાઈ જાય અને તેના વ્યાસ સુધી પહોંચી જાય અથવા તેની આજુબાજુ દરેક વસ્તુ પણ ઢાંકી દે, અને પછી તું મારી પાસે ઇસ્તિગફાર (માફી) કરે, તો હું તારા બધા ગુનાહ માફ કરી દઇશ અને તે ચિંતા નહીં કરું કે તે કેટલા વધારે છે.
હે ઈબ્ને આદમ! જો તું મારી સામે મૃત્યુ પછી જમીન ભરીને પણ ગુનાહ અને પાપ લઈને આવીશ, પરંતુ જો તું તૌહીદ પર હશે, અને તે મારી સાથે કોઈને ભાગીદાર ઠહેરાવ્યો નહીં હોય, તો હું તે જમીન બરાબર ગુનાહ અને પાપને માફી દ્વારા બદલી દઇશ; કારણકે મારી માફી ખૂબ જ વિશાળ છે, અને હું દરેક ગુનાહ માફ કરી દઇશ ફક્ત શિર્કને માફ નહીં કરું.