عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمنين رَضيَ اللهُ عنها قَالَتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حُفَاةً عُرَاةً غُرْلًا» قُلْتُ: يَا رَسُولَ اللهِ النِّسَاءُ وَالرِّجَالُ جَمِيعًا يَنْظُرُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ؟ قَالَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا عَائِشَةُ، الْأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَنْظُرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2859]
المزيــد ...
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન, પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશ! ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર હશે કે કોઈને કોઈની સામે જોઈ શકશે નહીં જોવાની નહિ પડી હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2859]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામતના દિવસે કેટલાક લોકોની સ્થિતિ વર્ણન કરી કે લોકોને તેમની કબરો માંથી ઉઠાવી હિસાબ માટે એકઠા કરવામાં આવશે, અને તેમની સ્થિતિ એવી હશે કે તેઓ નગ્ન પગ સાથે ચપ્પલ વગર હશે, તેમના શરીર નગ્ન હશે, કપડાં અને ચાદર વગર, ખતના વગર જે રીતે તેમની માં એ જન્મ આપ્યો હતો, તો મોમિનોની માતા આયશ રઝી અલ્લાહુ અન્હાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મૃત્યુ પછી કબર માંથી ફરીવાર ઊભા થઈ એકઠા થવાની સ્થિતિ એટલી ગંભીર હશે કે લોકોને એકબીજા તરફ અને ગુપ્તાંગ તરફ જોવાની તક જ નહીં હોય.