عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي سُجُودِهِ: «اللهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ، وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 483]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 483]
નબી ﷺ સિજદામાં આ દુઆ કરતાં હતા: ("અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી" હે અલ્લાહ! મારા ગુનાહ માફ કરી દે) તેને છુપાવીને, અને તેની પાછળ જવાથી મારી સુરક્ષા કર, બસ તું તેને માફ કરે અને દરગુજર કર, ("કુલ્લહુ" સંપૂર્ણ) અર્થાત્: ("દિક્કહુ" નાના) નાના અને ઓછા, ("વજિલ્લહુ" મોટા) મોટા અને વધુ પ્રમાણમાં હોય તે, ("વઅવ્વલુહુ" પહેલા) પહેલો ગુનોહ, ("વઆખિરહુ' છેલ્લો) જે તેની વચ્ચે હોય તે, ("વઅલાનિયતહુ વસિર્રહુ" જાહેર અને છુપા) જેને તારા સિવાય કોઈ ન જાણતું હોય તે ગુનાહ.