عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ: الصِّحَّةُ وَالفَرَاغُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6412]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«બે નેઅમતો એવી છે, જેમાં વધુ લોકો પોતાનું નુકસાન કરે છે, તંદુરસ્તી, અને નવરાશની પળો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6412]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે માનવી પર અલ્લાહએ કરેલ નેઅમતો માંથી બે નેઅમતો એવી છે, જેમાં વધુ લોકો નુકસાન જ કરે છે, અને તેને એવી જગ્યાએ વેડફી નાખે છે, જે તેમના માટે યોગ્ય નથી, બસ જ્યારે માનવી માટે તંદુરસ્તી અને નવરાશ બંને નેઅમતો એકઠી થઈ જાય છે, તો તેમનામાં આળસ આવી જાય છે, અને તેનાથી તે અનુસરણ કરવાથી દૂર થઈ જાય છે, બસ તે નુકસાન ઉઠાવે છે; કારણકે આજ સ્થિતિ ઘણા લોકોની છે, અને જો તે પોતાની નવરાશની પળોને તંદુરસ્તી સાથે અલ્લાહના અનુસરણમાં લગાવે, તો તેના માટે ઘણા ફાયદા છે; કારણકે આ દુનિયા આખિરતની તૈયારી કરવા માટેનું એક ખેતર છે, અને જો કોઈ તેમાં ખેતી કરશે તો તેનો ફાયદો તેને આખિરતમાં થશે, અને નવરાશ પછી વ્યસ્તતા આવે છે અને તંદુરસ્તી પછી બીમારી આવે છે, અને આ બંને ન હોય તો વૃદ્ધાવસ્થા યાદપત્ર માટે પૂરતી છે.