عَنْ قَتَادَةَ رحمه الله قال:
حَدَّثَنَا أَنَسُ بْنُ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَجُلًا قَالَ: يَا نَبِيَّ اللهِ كَيْفَ يُحْشَرُ الْكَافِرُ عَلَى وَجْهِهِ؟ قَالَ: «أَلَيْسَ الَّذِي أَمْشَاهُ عَلَى الرِّجْلَيْنِ فِي الدُّنْيَا قَادِرًا عَلَى أَنْ يُمْشِيَهُ عَلَى وَجْهِهِ يَوْمَ الْقِيَامَةِ؟» قَالَ قَتَادَةُ: بَلَى وَعِزَّةِ رَبِّنَا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6523]
المزيــد ...
કતાદહ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કયામતના દિવસે કાફિરોને કઈ રીતે તેમના ચહેરાના સહારે સજા આપવામાં આવશે? આપ ﷺ એ કહ્યું: «શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?, કતાદહ રહિમહુલ્લાહ એ કહ્યું: કેમ નહીં, બેશક તે ચહેરાના સહારે પણ ચલાવી શકે છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6523]
આપ ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે: કયામતના દિવસે કાફિરો ચહેરાના સહારે કેવી રીતે ચાલશે?! તો આપ ﷺ એ કહ્યું: શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?! અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.